Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભારત ઇચ્છે તો ફરીવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે

પાકને કઠોર સંદેશ આપવા હુમલા કરી શકાય : આતંકવાદીના કેમ્પો ઉપર હુમલાનો નિર્ણય કેન્દ્રનો હતો

નવીદિલ્હી, તા. ૨૯ : વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાની સરહદમાં ઘુસી આતંકવાદી કેમ્પોને નષ્ટ કરવા માટે કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો હાલમાં ચારેબાજુ રજૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે તે અભિયાનના ઇન્ચાર્જ રહી ચુકેલા આર્મીના તત્કાલિન નોર્થન કમાન્ડર લેફ્ટી જનરલ (નિવૃત્ત) ડીએસ હુડાએ કહ્યું છે કે, ભારત જે પાકિસ્તાનને ફરીવાર કઠોર સંદેશો આપવા ઇચ્છે છે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરી શકાય છે. જનરલ હુડાએ કહ્યું હતું કે, ૨૦૧૬માં આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યો હતો. સેનાએ તેના ઉપર સહમતિ દર્શાવી હતી. જનરલ હુડાએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો નિર્ણય પોલિટિકલ લીડરશીપ તરફતી કરવામાં આવ્યો હતો. સેનાનું માનવું હતું કે, અમને કેટલાક પગલા લેવાની જરૂર છે. જો અમે ભવિષ્યમાં પાકિસ્તાનને કઠોર સંદેશ આપવા માંગીએ છીએ તો ફરીવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકાય છે. ભારત ઇચ્છે તો ફરીવાર ઓપરેશન હાથ ધરી શકે છે. સર્જિકલ સ્ટ્રાઇકના ઇન્ચાર્જ રહી ચુકેલા જનરલ હુડાએ આ મુજબની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૯મી

સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલો આઠ મિનિટનો વિડિયો બુધવારના દિવસે ન્યુઝ ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં જોઇ શકાય છે કે, સેનાના સ્પેશિયલ કમાન્ડોએ એલઓસી પાર કરીને પાકિસ્તાન તરફ રહેલા આતંકવાદી કેમ્પોને ફુંકી માર્યા હતા. આ વિડિયો ડ્રોન અને અનમેન્ડ એરિયર વ્હીકલ દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા. ઓપરેશનને મોનિટર કરનાર સેનાના થર્મલ ઇમેજિંગ કેમેરાથી કેપ્ચર કરવામાં આવ્યા હતા. એ વખતે નોર્થન કમાન્ડર રહી ચુકેલા જનરલ હૂડાએ કહ્યું હતું કે, ઓપરેશનને ઉધમપુર સ્થિત નોર્થન કમાન્ડના હેડક્વાર્ટરના કન્ટ્રોલ રુમથી મોનિટર કરવામાં આવ્યું હતું. સરહદ ઉપર જનાર ટીમની મુખ્ય તકલીફ એ હોય છે કે, ત્રાસવાદી છાવણીઓ પાકિસ્તાન આર્મી પોસ્ટની નજીક હોય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સમગ્ર ઓપરેશન છ કલાકમાં પૂર્ણ કરી લેવાયું હતું. પ્રથમ ટાર્ગેટ ઉપર અડધીરાત્રે હુમલો કરાયો હતો. આ ઓપરેશન સવારે ૬.૧૫ વાગે પૂર્ણ કરાયું હતું.

(7:55 pm IST)