Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મતદાનના ૪૮ કલાક પહેલા ફેસબુક ઉપર ઉમેદવારોની જાહેરાતો બંધ કરવા ચૂંટણી પંચનો આદેશઃ ફરિયાદ કરાશે તો ફેસબુક ઉપરથી જાહેરાતનું સાહિત્ય ઉતારી લેવાશે

નવી દિલ્હીઃ કોઇપણ ચૂંટણીમાં મતદાનના ૪૮ કલાક પહેલા ફેસબુક ઉપર ઉમેદવારોની જાહેરાતો બંધ કરવા ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

ચૂંટણી પંચની આ વિનંતીનો ફેસબૂકે કોઇ જવાબ આપ્યો નથી. 4 જૂનના રોજ મળેલી એ બેઠકમાં ફેસબૂકના પ્રતિનિધી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે ફેસબૂક આ વિશે વિચારશે.

રિપ્રેઝેન્ટેશન ઓપ પિપલ એક્ટની સેક્શન 126 મુજબ મતદાનના 48 કલાક પહેલા કોઇ પણ ઉમેદવાર કોઇ પણ રીતે પ્રચારનું પ્રદર્શન કરી શકે નહીં. ફેસબૂકના પ્રતિનિધીએ આ મિટીંગમાં જણાવ્યુ હતુ કે, જો આ પ્રકારની ફરિયાદ કરશે તો ફેસબૂક પરથી જે-તે કન્ટેન્ટ (જાહેરાતનું સાહિત્ય) ઉતારી લેવામાં આવશે. જો ચૂંટણી પંચ દ્વારા ફેસબૂકને ફરિયાદ કરવામાં આવશે તો આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવશે. કાયદા મુજબ આ અંગે પગલા લેવામાં આવશે. જો એમ માલુમ પડે કે, કોઇ પણ પ્રકારના કાયદાનું ઉલ્લઘંન થાય છે તો ફેસબૂક જે-તે વ્યક્તિને પહેલા જાણ કરે છે અને કન્ટેન્ટ દૂર કરે છે. જે કન્ટેન્ટ દૂર કરવામાં આવે છે તેની માહિતી ફેસબૂકની પારદર્શક્તા વિશના પેજ પર મૂકવામાં આવે છે.

ફેસબૂકના ભારતના પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે ફેસબૂક પરથી એવું કન્ટેન્ટ દૂર કરીએ છીએ જે આ દેશનાં કાયદાનું ઉલ્લઘંન કરતુ હોય અને અમારુ આ બાબતે ધ્યાન દોરવામાં આવે. એવું કન્ટેન્ટ પણ દૂર કરીએ છીએ જે અમારી પોલિસીનો ભંગ કરતું હોય.

(6:08 pm IST)