Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજસ્થાનના જોધપુરથી ભરૂચ જઇ રહેલી બોલેરો ગાડીના ચાલકને ઝોકુ આવી જતા ટ્રક સાથે અકસ્માતઃ ૭ના મોત, ૩ને ઇજા

જોધપુરઃ રાજસ્થાનના સીરોહી-પાલાસિયા રોડ ઉપર બોલેરો અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા ૭ વ્‍યક્તિના મોત નીપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. જ્યારે ૩ને ઇજા થતા સારવાર માટે ખસેઢવામાં આવેલ છે.

આજે સવારે જોધપુરથી ગુજરાતના ભરૂચ જઈ રહેલી બોલેરો ગાડીના ચાલકે ઊંઘનું ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલકે સંતુલન ગુમાવી દેતાં ગાડી ડિવાઇડર પાર કરી સામેથી આવી રહેલી ટ્રક સાથે ઝડપથી અથડાઈ હતી. ગાડીની ગતિ એટલી તેજ હતી કે અકસ્માતમાં પાંચનાં મોત ઘટનાસ્થળે થયાં હતાં.  અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીમાં આગળ બેઠેલી ત્રણ વ્યક્તિના મૃતદેહ ગાડીમાં ઘૂસી ગયા હતા.  ઇજાગ્રસ્તોમાંથી બેનાં મોત સારવાર દરમિયાન થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

સિરોહી જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું છે કે બોલેરોમાં સવાર આઠ વ્યક્તિ જોધપુરની રહેવાસી છે અને તેઓ ગુજરાતના ભરૂચમાં જઈ રહી હતી.

પોલીસને હાલમાં તો કુલ સાત મૃતકોમાંથી એકની ઓળખ મળી છે. પ્રવીણ નામના યુવકના ખિસ્સામાંથી તેનું આઇકાર્ડ મળ્યું છે. બોલેરો ગાડીમાં કુલ આઠ વ્યક્તિ હતી, એમાંથી સાતનાં મોત થયાં છે.

(5:49 pm IST)
  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • અરવલ્લીના મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી :પંથકમાં વરસાદના આગમન સાથે વીજળી ગુલ :નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી access_time 10:36 pm IST

  • જમીન ધસી પડતા મનાલી-લેહ હાઇવે બંધઃ અનેક સહેલાણીઓ ફસાયા access_time 4:00 pm IST