Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બેંગ્લુરૂ નજીકના બેનરઘાટ્ટા નેશનલ સફારી પાર્કમાં હાથીઓનો બજારમાં આતંકઃ જંગલમાંથી ગામમાં આવીને દુકાનદારો પાસેથી કેળા, નાળિયેર સહિતની વસ્‍તુઓ ઉઠાવી જાય છે

બેંગ્લુરૂઃ શહેરની નજીક આવેલ બેનરઘાટ્ટા નેશનલ સફારી પાર્કમાંથી એક હાથી પરિવાર અચાનક નજીક આવેલ ગામ ભૂથનાહલીની બજારમાં પહોંચી જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સફારી પાર્કમાં રાત્રે ઘા ચરવા માટે છોડી મુકવામા આવ છે જોકે હાથીઓ જંગલી બહાર નીકળી સીધા જ આસપાસના ગામડાઓની બજારમાં પહોંચી જાય છે. ગજરાજ અહીં પહોંચીને તરત જ નારીયળ, કેળા અને બીજી આઈટમ ઉઠાવીને ચાલતી પકડે છે

ચેલુવારાજુ એમ. નામના વ્યક્તિ કે જેમની દુકાનમાં હાલ જ હાથીઓએ મીજબાની ઉડાવી હતી. તેમણે કહ્યું કે લગભગ 11 હાથીઓનું ઝુંડ બે ગ્રુપમાં આવે છે અને ગામમાં જેમની પણ દુકાનમાંથી જે મળે તે ખાવાનું ઉઠાવી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે હાથીઓ પોતાના ખોરાક માટે જંગલમાં ફરતા હોય છે પરંતુ આ હાથીઓને સહેલાઈથી મળતા ફૂડની આદત પડી ગઈ છે. તેઓ અહીંથી કેળા અને નારીયેળ ઉઠાવી જાય છે.

અન્ય એક ગામવાસીએ કહ્યું કે, ‘તેમાં પણ મંગળવાર તો અમારા માટે સૌથી ત્રાસદાયક છે. કેમ કે મંગળવારે ઝુ બંધ હોય છે તેથી હાથીના મહાવત તેમને સોમવારે રાત્રે જંગલમાં છોડી મુકે છે અને પછી છેટ બુધવારે સવારે તેમને પાછા બોલાવે છે. આ સમયને હાથીઓ એક તક તરીકે જુવે છે અને તેમના જંગલમાંથી ગામમાં ધસી આવી અમારા માટે આફત સર્જે છે.

પાછલા ત્રણ મહિનામાં પાંચવાર હાથીઓ આ રીતે જંગલની બહાર આવી ગયા છે. જ્યારે આ બાબતે વન્યજીવનના નિષ્ણાંત પ્રકૃથી કેએલ કહે છે કે આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ગામમાં જ્યારે સફારીના હાથીઓ આવે છે ત્યારે ઘણા યુવાનો તેમની સાથે સેલ્ફી લેવા નજીક જાય છે. તેઓ એવું માને છે કે આ ટ્રેન્ડ હાથી હોવાથી કંઈ જ નહીં કરે પરંતુ આ હાથીઓ સાથે તેમના બચ્ચા પણ હોય છે. આવા સમયે હાથીઓ વધુ પડતા સાવધાન હોય છે. જો તેમને જરા અમથું પણ ખતરા જેવું લાગે તો તેઓ આક્રમક બની શકે છે.

જ્યારે સફારીના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ‘અમે આ સમસ્યાથી જાણકાર છીએ અને આ માટે જ હવે મહાવતો અને કેરટેકરને આ હાથીઓ જંગલાં ખૂબ અંદર સુધી છોડી આવવા માટે જણાવ્યું છે જેથી તેઓ ગામડાઓમાં પહોંચી ન જાય તેમજ અમે ગામવાસીઓમાં પણ જાગૃતિ ફેલાવી રહ્યા છીએ કે જ્યારે પણ તેમના ગામની આસપાસ આ હાથીઓ દેખાય કે અમને તરત જ જાણકારી આપે.

 

(5:47 pm IST)
  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST

  • શુક્રવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા: ફોટો petrol access_time 11:14 pm IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST