Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દેવગૌડાની કોંગ્રેસને ચેતવણી : અમારી અવગણના ભારે પડશે

કર્ણાટક : ગઠબંધન પર આફત : પ્રાદેશિક પક્ષોનું મહત્વ કોંગ્રેસે સમજવું અનિવાર્ય,નહિ તો ખૂબ નુકસાન થશે : દેવગોડા

બેંગ્લુરૂ તા. ૨૯ : કર્ણાટકમાં જનતા દળ સેકયુલર અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં ચાલી રહેલા તણાવની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ ચેતવણી આપી દીધી છે કે કોંગ્રેસ પાર્ટી ક્ષેત્રીય દળોની અવગણના ના કરવી. તેમણે કહ્યું કે ક્ષેત્રીય દળ દરેક જગ્યાએ તેમની સાથે આગામી લોકસભા ચૂંટણી લડે. દેવગૌડા ગુરૂવારના રોજ નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરી રહ્યાં હતા.

તેમણે કહ્યું કે છ બિન એનડીએ દળ એચડી દેવગૌડાના મુખ્યમંત્રી પદના શપથ દરમ્યાન ઉપસ્થિત હતા જે એકજૂથ વિપક્ષને દર્શાવે છે પરંતુ એ જરૂરી નથી કે તેઓ ૨૦૧૯ની સાલમાં થનાર લોકસભા ચૂંટણીમાં દરેક રાજયમાં એકસાથે મળી ચૂંટણી લડે. આપને જણાવી દઇએ કે એકજૂથતા દર્શાવા માટે કોંગ્રેસ, ટીએમસી, બસપા, આમ આદમી પાર્ટી, સીપીએમ, અને ટીડીપીના નેતા મે મહિનામાં થયેલ શપથ ગ્રહણ સમારંભ દરમ્યાન બેંગલુરૂમાં ઉપસ્થિત હતા.

ગૌડાએ કહ્યું કે સમાજવાદી પાર્ટી અને બસપા હજુ પણ ૮૦ લોકસભા સીટો વાળી યુપીમાં ૪૦-૪૦ સીટોની વહેંચણી પર વાત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડવા માટે લગભગ સહમત થઇ ગયા છે. બીજા રાજયોમાં મહારાષ્ટ્રમાં એનસીપી, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને તેલંગાણામાં ટીઆરએસને હજુ કોંગ્રેસની સાથે ચૂંટણી લડવા પર નિર્ણય લેવાનો બાકી છે.

જેડીએ, નેતાએ કહ્યું કે માત્ર કર્ણાટકમાં અમે નિર્ણય લીધો છે કે કેટલાંક મતભેદો છતાંય કોંગ્રેસની સાથે મળીને લોકસભા ચૂંટણી લડીશું. અત્યાર સુધી આ મુદ્દા પર કોઇ ચર્ચા થઇ નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કુમારસ્વામીની વચ્ચે વાર્તા થવાની હતી જે ટળી ગઇ. દેવગૌડાએ પોતાના ગઠબંધન સહયોગી બસપા માટે પણ એક લોકસભા સીટ માંગી.

દેવગૌડાએ કહ્યું કે ટૂંક સમયમાં જ ત્રીજા મોરચાની રચના થવી જોઇએ કારણ કે પીએમ મોદી અને અમિત શાહે એપ્રિલના જગ્યાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીની સાથે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી કરવાના સંકેત આપ્યા છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ઘારમૈયા એ માત્ર કુમારસ્વામીના ગઠબંધનની સરકાર માટે સમસ્યા ઉભી કરી રહ્યાં છે પરંતુ કોંગ્રેસ માટે પણ ચિંતાનું કારણ બની ગયા છે.જો કે તેમણે તેનો ઇન્કાર કર્યો કે તેના પર પાર્ટીના કોઇ અનુશાસનાત્મક કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સિદ્ઘારમૈયાની મુલાકાત કરશે અને એ જાણવાની કોશિષ કરશે કે તેમણે કયા સંદર્ભમાં ટિપ્પણી કરી છે. સિદ્ઘારમૈયાને મળનાર મોટાભાગના નેતા 'અહિંદા' હતા. એવી આકરણી કરાઇ રહી છે કે સિદ્ઘારમૈયા પોતાને આ સમુદાયના સૌથી મોટા નેતા દેખાતા પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિષમાં લાગી ગયા છે.

(4:35 pm IST)