Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વ્યાજના પૈસે લીલાલહેરઃ રેકડીવાળાએ એકઠી કરી લીધી કરોડોની મિલ્કત!

રંગા બિલ્લા સમાજના દબાણ સામે ખીસ્સામાં જ ઝેરની ટીકડીઓ પણ રાખતો'તો

સીકર,તા.૨૯: અહીયા વ્યાજખોરી સામે ઉઠી રહેલી ફરિયાદોને પગલેે પોલીસે તપાસનો ધમધમાટ આદરતા જ નામાંકિત શખ્સ હાથ લાગ્યો હતો...વ્યાજખોર રંગા બિલ્લા નામનો શખ્સ રેકડીવાળો હોવાનું જાણી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

પોલીસ પુછતાછમાં ખુદ રંગા બિલ્લાએ જ કબૂલ્યુ હતુ કે, વ્યાજના ધંધાથી સમાજના ઘણા નારાજ લોકો અવાર-નવાર દબાણ કરી રહયા હોવાથી ગમે ત્યારે મરવાનો વિચાર પણ કરી લીધો હતો.પોલીસને વ્યાજખોર શખ્સના  ખીસ્સામાંથી ઝેરની ટીકડીઓ પણ હાથ લાગી હતી.આ અંગે જાણવા મળ્યાનુસાર રંગા બિલ્લાને પોલીસે કોર્ટમાં રજુ કરતા જેલમાં મોકલી દેવાયો હતો.દરમિયાન ઉદ્યોગનગર મથકના પોલીસ સ્ટાફે રંગા બિલ્લાને પકડયો ત્યારે જાણવા મળ્યુ કે, એક સમયે રેકડી રાખી ધંધો કરતો શખ્સ કેવી રીતે બની ગયો કરોડોની મિલ્કતનો માલિક?.એની મિલ્કતો વિશે પણ પોલીસે તપાસ આગળ ધપાવી દીધી છે...તો, પ્લોટ, મકાન સહિતની દશેક જેટલી મિલ્કતો રંગાએ એના ભાઇ સહિતના સગા-સબંધીઓના નામે પણ કરી લીધી હોવાનું ખુલવા પામ્યું છે.વધુમાં જાણવા મળ્યા મુજબ રંગા બિલ્લા સામે કેટલાક શખ્સોએ મિલ્કતો પચાવી પાડવા, વ્યાજની પઠાણી ઉઘરાણી સહિતની ફરિયાદ નોંધાવતા તપાસ થઇ રહી છે.

(4:32 pm IST)