Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

કેન્‍દ્રીય મંત્રીની નજરમાં મોદી વાઘ છેઃ વિપક્ષ કાગડા-વાનર-ગધેડાનો મેળો

નવી દિલ્‍હી : વિવાદિત નિવેદન આપવા માટે જાણીતા કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ નવો વિવાદ ઉભો કર્યો : એક કાર્યક્રમમાં તેમણે પીએમ મોદીને ટાઇગર ગણાવી વિપક્ષની સરખામણી બંદર, કાગડો, ભાલુ અને ગધેડાથીકરી છે : તેમણે કહ્યું છે કે આ બધા હવે એકસાથે એક તરફ ટાઇગર ઉભો છે તો બીજી તરફ બંદર, કાગડો, ભાલુ, ગધેડા છે : ર૦૧૯માં તમારે નિર્ણય કરવાનો છે કે ટાઇગરનો વિજય થાય કે પછી બંદર કે ગધેડાનો : તેમના નિવેદનના ઘેરા પડઘા પડયા : વિપક્ષે બરતરફીની માંગણી કરી

(4:17 pm IST)