Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બુલીયન માર્કેટમાં મંદીઃ સોનામાં ર૦૦ અને ચાંદીમાં ૫૦૦ રૂ. ઘટયા

રાજકોટ, તા., ૨૯: બુલીયન માર્કેટમાં મંદીને પગલે આજે સોના-ચાંદીના ભાવો તૂટયા હતા. સોનામાં ર૦૦ અને ચાંદીમાં પ૦૦ રૂ. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને કારણે સોનામાં ર૦૦ રૂ. ઘટયા હતા. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૩૧,પ૭૦ હતા તે ઘટીને આજે બપોરે ૩૧,૩૭૦ રૂ. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ર૦૦૦ રૂ.નું ગાબડુ પડતા ભાવ ઘટીને ૩,૧૩,૭૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦ રૂ. ઘટયા હતા. ચાંદી ચોરસા (૧કિલો)ના ભાવ ૪૦,ર૦૦  રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૩૯,૭૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(5:13 pm IST)