Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આકાશ અંબાણી -શ્લોકાની એંગેજમેન્ટ પાર્ટીમાં બોલીવુડ ઉમટયું

 દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગુરૂવારે તેમના પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. જેમાં શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલી, રણબીર કપૂર અને ફિલ્મ દિગ્દર્શક અયાન મુખરજી, પ્રિયંકા ચોપરા અને તેના બોયફ્રેન્ડ નિક જોનસ તથા કરણ જોહર સહિતના હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેરેમની દરમિયાન આકાશ અંબાણીની બહેન ઇશાએ તેના ભાઇ-ભાભીની આરતી ઉતારી હતી અને આરતી બાદ શ્લોકા તેના નણંદ ઇશાને પગે લાગી હતી.

(4:01 pm IST)
  • અરવલ્લીના મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો :ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલી :પંથકમાં વરસાદના આગમન સાથે વીજળી ગુલ :નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી access_time 10:36 pm IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST