Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બનાવટી મસાજ થેરાપી સર્ટિફિકેટ વેચી સેક્સ વ્યાપારને પ્રોત્સાહન આપવા બદલ ઇન્ડિયન અમેરિકન 64 વર્ષીય નરેશ રાણે દોષિત : 5 વર્ષની જેલસજા તથા 2 લાખ 50 હજાર ડોલરનો દંડ થઇ શકે

ન્યુજર્સી: યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન 64 વર્ષીય નરેશ રાણેને મસાજ થેરાપી ટ્રેનિંગ માટેના  બનાવટી સર્ટિફિકેટ આપવા તથા મસાજ પાર્લરના ઓઠા હેઠળ સેક્સ વ્યાપાર ના આરોપ બદલ કોર્ટએ દોષિત ગણ્યો છે.તે 1 હજારથી અઢી હજાર ડોલરની ફી લઈને મસાજ થેરાપી સર્ટિફિકેટ વેચતો હતો. આવા મસાજ કેન્દ્રોમાં વ્યવસાયી મહિલાઓ મારફત દેહ વ્યાપારનું કામ ચાલતું હતું.સર્ટિફિકેટ આપવા માટે તે હેલ્થકેર એકેડમી ચલાવતો હતો.તથા 2013 થી 2014 ની સાલ દરમિયાન તેણે આવા 10 બનાવતી સર્ટિફિકેટ વેચ્યા હતા.

  તેને 5 વર્ષ સુધીની જેલસજા થઇ શકે છે.તથા 2 લાખ 50 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેની સજા તથા દંડની સુનાવણી ઓક્ટોબર માસમાં થશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)