Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ગુજરાતની કંપની ગંગા ફોર્જિગ મૂડી બજારમાં

મુંબઇ તા.૨૯: ગંગા  ફોર્જિગ ૨૩.૮૨ લાખના IPO સાથે મુડીબજારમાં આવી રહી છે. કંપનીએ દર વર્ષે ઉચ્‍ચ કામગીરી અને આવક નોંધાવી છે. ગંગા ફોર્જિગ લિમિટેડની સ્‍થાપના વર્ષ ૧૯૮૮માં ગુજરાતમાં થઇ હતી. કંપની ઓટોમોટિવ અને બિન-ઓટોમોટિવ ક્ષેત્ર માટે કલોસડ ડાઇ ફોજર્ડ ઉત્‍પાદનો બનાવે છે. ઓટોમોટિવ ક્ષેત્ર માં વ્‍યવસાયિક વાહન, પ્રવાસી વાહન, ત્રી-ચક્રીય વાહન અને ટ્રેક્‍ટર નો સમાવેશ થાય છે. બિન-ઓટોમોટિવ ક્ષેત્રમાં ઇલેક્‍ટ્રિક પાવર ટ્રાન્‍સમિશન, ડેરી (દુગ્‍ધાલય) સાધનનું ઉત્‍પાદન,  કૃષિવિષયક, ગેર અને ગેર બોક્‍સ, ક્રેન્‍ક શાફ્‌ટ, કનેક્‍ટિંગ રોડ, ભારે એન્‍જીનીરીંગ ઔદ્યોગિક સાધન અને ફ્‌લેન્‍જ નો સમાવેશ થાય છે. કંપની પાસે પોતા ની પરીક્ષણ લેબોરેટરી છે જેમાં તેના ઉત્‍પાદનો ની ગુણવત્તાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ ISO ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત કંપની ના મુખ્‍ય ગ્રાહકોમાં અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, નાસિક ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડ, સિંનોવા ગેર્સ એન્‍ડ ટ્રાન્‍સમિશન, મોસ્‍ડોર્ફર ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ટોપલેન્‍ડ એંજિન્‍સ પ્રાઇવેટ લિમિટેડ નો સમાવેશ થાય છે.

 

(11:34 am IST)