Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ત્રણ કંપનીઓએ IPO માટેના પેપર્સ સેબીમાં દાખલ કર્યાં

મુંબઇ, તા. ર૯ : કેરળ સ્‍થિત સીફૂડ કંપની પેનવેર પ્રોડકટસે તાજેતરમાં IPO માટેના પેપર્સ મૂ૯ીબજારની નિયામક સંસ્‍થા સેબીમાં દાખલ કર્યા છે.

આ ઉપરાંત માઇક્રો-ફાઇનેન્‍સ લેન્‍ડર સ્‍પંદન સ્‍ફૂર્તિએ પણ ગયા અઠવાડીયામાં IPO ના પેપર્સ સેબીમાં જમા કરાવ્‍યા હતા. હાઉસીંગ લોન આપતી કંપની આવાસ ફાઇનેન્‍શિયર્સે પણ IPO માટેના પ્રારંભિક કાગળો જમા કરાવ્‍યા છે.

પેનવેર IPO માં ફ્રેશ શેરની ફાળવણી કરી ર૪ર કરોડ રૂપિયા એકઠા કરશે અને પ્રમોટરના ૪,૦૮,૦૦૦ ઇકિવટી શેર્સ ઓફર ફોર સેલ મારફત વેચાશે.

સ્‍પંદન સ્‍ફૂર્તિ IPO દ્વારા ૪૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે અને ૧૩,૧૪૬,પ૯પ ઇકિવટી શેર્સ ઓફર ફોર સેલના માધ્‍યમે વેચાશે.

આવાસ ફાઇનેન્‍શિયર્સ પણ ફ્રેશ શેર ઇશ્‍યુ કરીને ૪૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે અને ઓફર ફોર સેલ દ્વારા ૧,૬ર,૪૯,૩પ૯ ઇકિવટી શેર્સ છૂટા કરશે.

 

(11:33 am IST)