Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મુંબઇ પ્‍લેન દુર્ઘટનાઃ ચાર્ટડ પ્‍લેન પાસે ઉડાન યોગ્‍યતાનું સર્ટિફિકેટ નહોતુ

૨૦૦૯માં એકવાર ક્રેશ થયા બાદ પ્‍લેનને ખુબજ નુકશાન થયું હતું: ખરીદનાર પુણેની કંપનીએ મુંબઇની કંપનીને વેચ્‍યુ હતું

મુંબઇ, તા.૨૯: એક ૨૬ વર્ષ જુનું ચાટેડ પ્‍લેન જુહુ એરપોર્ટ પર લેન્‍ડિંગ કરવાનું હતું. પરંતુ ગઇકાલે તેની આ ટેસ્‍ટ ફલાઇટ દરમ્‍યાન તે મુંબઇના ભીડભાડ વાળા વિસ્‍તારમાં ઘાટકો પરમાં  નિર્માણાધીન ઇમારતની નજીક ખાલી સ્‍થાન પર કેશ થઇ ગયું. આ દુર્ધટનામાં ચાર ક્રુ સભ્‍યો ઉપરાંત એક રાહગીરનું પણ મોત થયું છે. નો આ સી, ૯૦ એરક્રાસ્‍ટે જમીન અંદાજે ૭૦૦ ફુટની ઉંચાઇ પર કંટ્રોલ થઇ શકયો નહોતો. આજુબાજુની કોઇ ઉંચી ઇમારત સાથે અથડાતા તો દુર્ઘટના ભયાવાહ બની હોત.

આ ઉપરાંત હવાઇ જહાજ ફેરા થયા બાદ ફયુલ ટેન્‍કમાં આગ લાગવાથી ગોંવિદ દુખેનું પણ મોત થયું. દુર્ઘટના સમયે ઇમારતમાં કામ કરી રહેલ ૩૫ મજુર લંચ બ્રેક દરમ્‍યાન બિલ્‍ંિડગના બેસમેન્‍ટમાં જમી રહ્યા હતા.

આ એરક્રાફટ અંદાજે નવ વર્ષ સુધી ગ્રાઉન્‍ડેડ રહ્યા બાદ પોતાની પ્રથમ ઉડાન પર હતી. માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનું કારણને  કોઇ ચિંતાજન કોલ આપવો નહિ અંદાજે ૧ વાગીને ૧૦ મીનીટ પર ચશ્‍મદીદીઓ એ અંરક્રાફટ નીચે પટકાતા જોયું.

આ જહાજે બપોરે ૧૨:૨૦ના ટકોરે પુજા બાદ જુરુ હવાઇ અડ્ડા પરથી ઉડાન ભરી હતી. મુંબઇ અને યુપીના સુત્રોનું કહેવું છે કે ૨૦૦૯માં એક ક્રેશબાદ આ  જહાજને ખુબજ નુકશાન પહોંચ્‍યું હતું. ત્‍યારબાદ તે પોતાની પ્રથમ ઉડાન પર હતું.

ઉતરપ્રદેશ સરકારના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું આ જહાજ યુપી સરકારનું હતું કેબિનેટ તેની સાર સંભાળ પર મોટા પ્રમાણમાં ખચો કરવાની જગ્‍યાએ  તેને ડિસ્‍પોજ કરવાના નિર્ણય કર્યો, ત્રણ નિષ્‍ફળ બોલીઓ બાદ અંતે આ હાફટને ૨૦-૧૪માં વેચવામાં સફળતા મળી.

 

(11:27 am IST)