Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડની ૧૫ જુલાઇની લખનઉની બેઠકમાં અયોધ્‍યાનો મુદ્દો ચર્ચાશે?

૨૦૧૯ પહેલાં અયોધ્‍યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે તો ત્‍યાં રામમંદિર બાંધવાની તૈયારી કરવામાં આવશે

લખનોૈ તા. ૨૯: આગમી તા. ૧૫ જુલાઇએ લખનઉના નાદવાસ્‍થિત ઇસ્‍લામિક શિક્ષણકેન્‍દ્રમાં યોજવામાં આવનારી ઓલ ઇન્‍ડિયા મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડની મિર્ટીગમાં અયોધ્‍યામાં રામમંદિરના વિષયની ચર્ચા થવાની શકયતા છે. તાજેતરમાં અયોધ્‍યામાં રામમંદિર બાંધવા વિશે કેટલાક નિવેદનોને પગલે ચર્ચાના વિષયોમાં અયોધ્‍યાની બાબતનો સમાવેશ કરવાની સંભાવના બોર્ડના સભ્‍ય મોૈલાના ખાલિદ રાશિદ ફરંગી મહલીએ દર્શાવી હતી. આ બેઠકમાં બોર્ડના ૪૧ મેમ્‍બરો ઉપસ્‍થિત રહેશે.

તાજેતરમાં અયોધ્‍યામાં એક કાર્યક્રમ દરમ્‍યાન રામજન્‍મભૂમિ ટ્રસ્‍ટના સભ્‍ય રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથની હાજરીમાં જણાવ્‍યું હતું કે જો આ બાબતમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ૨૦૧૯ પહેલાં આવે તો ઠીક, અન્‍યથા અયોધ્‍યામાં રામમંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવશે.

VHP  એ પણ અયોધ્‍યામાં રામમંદિરના મુદ્દે આંદોલન ફરી શરૂ કરવાના સંકેતો આપ્‍યા હતા. VHP એ જણાવ્‍યું હતું કે આવતા ત્રણ-ચાર મહિનામાં સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે તો ભવિષ્‍યનાં પગલાં માટે સંતો સાથે સલાહ-મસલત કરવામાં આવશે.

 

(10:07 am IST)