Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પ્રિઝમ્પ્ટિવ ટેકસ : વેપારીએ IT રિટર્નમાં GSTની વિગતો ફરજિયાત આપવી પડશે

ગત નાણાકીય વર્ષના અંતે જીએસટી અમલને નવ મહિના થયા હતા તેથી આઇટી રિટર્નમાં જીએસટી ટર્નઓવર મેચ નહીં થાય, અનેક વેપારીને આઇટી નોટીસો મળે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૨૯ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસના અમલને એક વર્ષ થઇ રહ્યું છે ત્યારે સરકારે અલગ-અલગ કરપ્રક્રિયામાં જીએસટીના સંદર્ભના ઉપયોગની શરૂઆત કરી છે. ગયા નાણાંકીય વર્ષ (૨૦૧૭-૧૮)ના આવકવેરા રિટર્નમાં પ્રિઝમ્પ્ટિવ ટેકસ ભરતા વેપારીઓએ આઇટી રિટર્નમાં જીએસટીની વિગતો આપવાની રહેશે. રૂ. બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ૮ ટકા પ્રિઝમ્પ્ટિવ ટેકસનો વિકલ્પ ઉપલબ્ધ છે અને હવે સરકાર જીએસટી દ્વારા આ વેપારીઓની આવકની ખરાઇ કરી શકશે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ગયા નાણાકીય વર્ષના અંતે જીએસટીના અમલને માત્ર નવ મહિનાનો સમય થયો હતો તેથી વેપારીઓના આવકવેરા રિટર્નમાં જીએસટી ટર્નઓવર મેચ નહીં થાય અને તેથી અનેક વેપારીઓને આવકવેરાની નોટિસો મળે તેવી શકયતા સર્જાશે. પ્રિઝમ્પ્ટિવ ટેકસ હેઠળ આવતા કરદાતાઓએ આઇટીઆર-૪ ભરવાનું હોય છે.

સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, 'સરકાર તબક્કાવાર રીતે જીએસટીની વિગતો સાથે અન્ય વિગતો મેચ કરશે એ નક્કી છે. પ્રિઝમ્પ્ટિવ ટેકસ હેઠળ આવતા વેપારીઓએ હવે ચોકસાઇપૂર્વક આવકવેરા રિટર્ન ભરવું પડશે. સીધા અને આડકતરા વેરાની વિગતોની ખરાઇ શકય બનવાથી મોટું પરિવર્તન જોવા મળશે.'

સીએ અજીત સી. શાહે જણાવ્યું હતું કે, ' રૂ. ૨ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ચોપડાં રાખ્યા વગર તેમના ટર્નઓવરના ૮ ટકા પ્રિઝમ્પ્ટિવ ઇન્કમ ટેકસ ભરી શકે તેવી જોગવાઇ છે. હવે સરકારે આ વેપારીઓ માટે આવકવેરા રિટર્નમાં જીએસટી નંબર અને ટર્નઓવર દર્શાવવા ફરજિયાત બનાવ્યાં છે. વેપારીઓએ તેમના રિટર્નમાં જે આઇટમો પર જીએસટી લાગતો હોય તેમનું ટર્નઓવર અને જેમાં જીએસટી લાગુ ન થતો હોય તેવી આઇટમોનું ટર્નઓવર પણ દર્શાવવાનું રહેશે. કરવેરામાં પારદર્શિતાના મામલે આ મહત્ત્વનો નિર્ણય છે.'

જોકે, કેટલાંક નિષ્ણાતો માને છે કે સરકારે આવકવેરા રિટર્નમાં જીએસટીની વિગતો આ વર્ષના બદલે આવતા વર્ષે અમલી બનાવવાની જરૂર હતી કારણ કે જીએસટીનો અમલ જુલાઇ મહિનાથી થયો હતો તેથી માત્ર નવ મહિનાનું જીએસટી ટર્નઓવર જ ઉપલબ્ધ હશે જયારે ચોપડાં પર ૧૨ મહિનાનું ટર્નઓવર હશે. આથી આ રિટર્નમાં મિસમેચની શકયતા વધી જશે અને તેથી આવકવેરાની નોટિસોની સંખ્યા પણ વધશે.

(10:05 am IST)
  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST

  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST