Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આ ૭૫ વર્ષના વ્યકિતના લગ્ન બન્યા ચર્ચાનું કારણ, તેના જીવનસાથીને જોઇને દરેકની આંખો થઇ પહોળી

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં એક વ્યકિતએ લાકડીની દુલ્હન સાથે લગ્ન કર્યા છે

લખનૌ તા. ૨૯ : આપણા દેશમાં કોઈ પણ લગ્નમાં સાત ફેરાથી લઈને શાદીના બંધનમાં બંધાવવાની માન્યતા ખુબ જૂની છે. લગ્નમાં એક દુલ્હો હોય અને એક દુલ્હન. પરંતુ અનેકવાર દોષ મીટાવવા માટે કે અન્ય કોઈ કારણે લોકો કૂતરા, બિલાડી સાથે લગ્ન કરી લેતા હોય છે. એવા અનેક લગ્ન અંગે આપણે સાંભળ્યું પણ હશે પરંતુ યુપીના કૌશામ્બી જિલ્લામાં એક વ્યકિતએ લાકડીની દુલ્હન સાથે લગ્ન કરી લીધા છે.

જિલ્લાના બાકરગંજ વિસ્તારમાં ૭૫ વર્ષના વૃદ્ઘ પુરુષે કોઈ મહિલા સાથે નહીં પરંતુ એક કપાસની યુવતી સાથે લગ્ન કર્યાં. આ લગ્નમાં લાકડીના એક ટુકડાને એક મહિલાની જેમ જ સાડી પહેરાવવામાં આવી અને શૃંગાર પણ કરવામાં આવ્યો.

દુલ્હાને પણ નવા કપડાં પહેરાવવામાં આવ્યાં અને ત્યારબાદ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે બંનેના લગ્ન કરાવવામાં આવ્યાં. હકીકતમાં આ લગ્ન જે ગામમાં કરાવવામાં આવ્યાં છે ત્યાં કુવારા લોકોને મુખાગ્નિ ન આપવાની પરંપરા છે. જે વ્યકિતએ લાકડીના ટુકડા સાથે લગ્ન કર્યાં તેનું નામ દુર્ગા પ્રસાદ છે. ઘરની જવાબદારીઓ પૂરી કરવા માટે દુર્ગાપ્રસાદે લગ્ન કર્યા નથી.

આવામાં તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ ન આપવાની પરંપરા નિભાવી શકાય તે માટે તેમના પરિવારના લોકોએ આ પ્રકારે લગ્ન કરવાની સલાહ આપી. આથી તેમણે એક યુવતીની પ્રતિકાત્મક તસવીર સાથે લગ્ન કર્યાં.  

ગામડાના લોકોનું કહેવું છે કે હિંદુ ધર્મમાં મુખાગ્નિ વગર અંતિમ સંસ્કાર પૂરા થાય નહીં. આથી આ લગ્ન કરવા ખુબ મહત્વપૂર્ણ છે.

(1:32 pm IST)