Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પેટ્રોલ - ડિઝલને GSTમાં લાવવું સરળ નથી : ૨૮% સ્લેબવાળા પ્રોડકટ ઘટી શકે છે : હસમુખ અઢીયા

નાણાંમંત્રી હસમુખ અઢીયાનું કહેવું છે કે, ગેસ અને એવિએશન ટર્બાઈન ફયુઅલને તૂરંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ હેઠળ લાવી શકાય છે. પરંતુ અઢીયાએ એ પણ સ્પષ્ટતા કરી કે પેટ્રોલિયમના બાકી ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવાનો નિર્ણય સરળ નથી. જીએસટીના એક વર્ષ પર સીએનબીસી-ટીવી ૧૮ના કાર્યક્રમમાં જીએસટી ડિકોડેડમાં અઢિયાએ સાથે એ પણ સંદેશ આપ્યો કે, અગામી સમયમાં જીએસટીના ૨૮ ટકાવાળા સ્લેબમાં કેટલાક સામાનને હટાવી શકાશે. તેમણે કહ્યું કે, ૮ ટકાના સ્લેબના સામાનને હટાવવા હવે વ્યવહારિક લાગી રહ્યા છે. ટેકસ સ્લેબ હટાવતા પહેલા રાજસ્વ જોવું પડશે.

હસમુખ અઢીયાએ વધુમાં જણાવ્યું કે, પહેલી પ્રાથમીકતા જીએસટીના નવા ફોર્મ લાગુ કરવાની છે. જીએસટી રિટર્નના નવા ફોર્મ જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. બીજી પ્રાથમીકતા કાયદાનું પાલન કરવાની છે અને તેના માટે ડંડાનો નહીં ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીશું. ડેટા નવો ડંડો છે. રાજયોના ખજાના પર પડી રહેલ અસરના પ્રશ્નમાં તેમણે કહ્યું કે, કેટલાક રાજયોને અગામી બે-ત્રણ વર્ષ સુધી કેન્દ્ર સરકારના ફંડની જરૂરત નહીં પડે, જયારે પંજાબ જેવા રાજયોને અગામી પાંચ વર્ષ સુધી કેન્દ્રના નાણાંની મદદની જરૂરત રહેશે.

જીએસટીની સકારાત્મક અને નકારાત્મક વાતો પર અઢીયાએ જણાવ્યું કે, જીએસટી લાગુ થવું સારી બાબત છે, પરંતુ જે રીતે આને લાગૂ કરવામાં આવ્યો તે બરોબર નથી. જેએસટીનું પહેલું એક વર્ષ નિરાશાજનક રહ્યું. તેમણે કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદકોને જીએસટી હેઠળ લાવવાનો વિચાર કરવામાં આવી શકે છે, પરંતુ રાજયોને વળતર મળવું જોઈએ. નાની કંપનીઓ અને અસંગઠીત વ્યાપાર સમસ્યામાં છે.

પંજાબના નાણાંમંત્રી મનપ્રિત બાદલે કહ્યું કે, કર વ્યવસ્થા સરળ નથી થઈ. પંજાબનો ૪૦ ટકા ટેકસ બેસ નિયમોમાં શામેલ થઈ ગયો. હાલમાં પંજાબ વળતર પર આધારિત છે. ૨૦૨૨ બાદ રાજય કેવી રીતે ચલાવવું તેની ચિંતા છે.

(10:02 am IST)