Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

૨૮ ટકાનો સ્‍લેબ સમાપ્‍ત થવો જોઈએઃ અરવિંદ સુબ્રમણ્‍યમ

નવી દિલ્‍હીઃ સરકારના મુખ્‍ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્‍યમ કહ્યુ છે કે જીએસટીને વધુ સહજ બનાવવા માટે ૨૮ ટકાના ટેકસ દરને હટાવવો પડશે અને સમાન દરની સેસ લાગુ કરવી પડશેઃ અત્‍યારે જીએસટીના દરો ૦, , , ૧૨, ૧૮ અને ૨૮ ટકા છે જેને તર્કસંગત કરવા પડશે પરંતુ મારૂ માનવુ છે કે પહેલા ૨૮ ટકાનો દર દૂર કરવો પડશેઃ એક આદર્શ સિસ્‍ટમ માટે ૨૮ ટકાના સ્‍લેબને કાઢવો પડશેઃ સેસમાં પણ અનેક પ્રકારના રેટ ન હોવા જોઈએ

(9:54 am IST)