Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દિલ્હીઃ મેટ્રોના કર્મચારીઓ 30 જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે ;કાલે ભૂખ હડતાલ

નવી દિલ્હી :દિલ્હીની મેટ્રો સેવા શનિવાર 30 જૂનથી ઠપ થઈ શકે છે. દિલ્હી મેટ્રોના 9 હજાર નોન એક્ઝિકયુટિવ કર્મચારીએ 29 જૂનથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ તેમજ 30 જૂનથી અચોક્કસ મુદતની સેવા હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.મેટ્રોના આ કર્મચારીઓની હડતાળને કારણે મેટ્રો સેવા ઠપ્પ થશે મેટ્રોના નોન એક્ઝિકયુટિવ કર્મચારીઓએ પગાર વધારા સહિતની 10 માંગો રજૂ કરી હતી. જો તે સંતોષવામાં નહિં આવે તે હડતાળની ચિમકી આપી છે.

(12:00 am IST)