Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

16મી જુલાઈએ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુનિત વચ્ચે શિખર મંત્રણા

બન્ને નેતા રશિયા અને અમેરિકા વચ્ચે સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદાઓ પર ચર્ચા કરશે

વોશિંગટન : લાંબા સમયના અવરોધ બાદ અમેરિકાના રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન વચ્ચે મુલાકાત માટે 16 જુલાઇએ શિખર મંત્રણા કરશે આ મુલાકાત ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં હશે. આ મુલાકાત 11 અને 12 જુલાઇના રોજ આયોજીત નોર્થ એન્ટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન (નાટો)ના શિખર સંમેલન બાદ યોજાશે.તેમ ક્રેમલિન અને વ્હાઇટ હાઉસે જણાવ્યું છે

  વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યુ હતુ કે બન્ને નેતા રશિયા અને અમેરિકા વચ્ચે સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદાઓ પર ચર્ચા કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે બુધવારે કહ્યુ હતુ કે આ મુલાકાત નાટો સંમેલન બાદ ફિનલેન્ડની રાજ્ધાનીમાં થઇ શકે છે.

  રશિયા અને અમેરિકાએ આ મુલાકાતનો સમય અને સ્થળની જાહેરાત એક સાથે કરી છે. રશિયાના વિદેશ નીતિના સહયોગી યૂરી ઉશકોવે પુતિન અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનની મુલાકાત બાદ કહ્યુ હતુ કે આ સમિટ બન્ને દેશોની પરસ્પર સમજૂતીથી કોઇ ત્રીજા દેશમાં યોજવામાં આવશે. જેની તૈયારી માટે થોડા વધારે સમયની જરૂર છે.

(12:00 am IST)