Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મધ્યાન ભોજન યોજનામાં દર મહિને બાળકોની સંખ્યા બતાવવી પડશે

યોજનાને વધુ પારદર્શક બનાવવા અને ગોટાળા અટકાવવા લેવાશે નિર્ણંય

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર હવે મધ્યાહન ભોજન યોજનાને વધુ પારદર્શક બનાવવા તેમજ તેમાં થતા ગોટાળા અને કૌભાંડોને નિવારવા માટે ઉચ્ચસ્તરે એક યોજના તૈયાર કરી છે આ યોજના હેઠળ હવે તમામ રાજ્યએ દર મહિને મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી બાળકોની સાચી સંખ્યા જાહેર કરવી પડશે. જે રાજ્ય લાભાર્થી બાળકોની સાચી સંખ્યા જાહેર નહીં કરે તેમની નાણાંકીય સહાય અટકાવી દેવામાં આવશે.

  યોજના હેઠળ અત્યાર સુધી રાજ્ય દ્વારા લાભાર્થીઓની સાચી અને ચોક્કસ સંખ્યા દર્શાવવાના બદલે સરેરાશ સંખ્યા બતાવવામાં આવતી હતી એટલુ જ નહીં રાજ્ય દ્વારા લાભાર્થી બાળકોની સરેરાશ સંખ્યા ૩થી ૬ મહિને મોકલવામાં આવતી હતી. આમ લાભાર્થીઓની સરેરાશ સંખ્યા બતાવીને રાજ્ય કેન્દ્ર તરફથી નાણાંકીય સહાય મેળવતા હતા.

(12:00 am IST)