Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન દ્વારા લંડનના ‘‘સેવ ધ ચિલ્‍ડ્રન ચેરીટી''ને ૪૫ હજાર પાઉન્‍ડનું દાન

લંડનઃ મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનના આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીજી મહારાજ દ્વારા ઉજવાઇ રહેલા સદભાવ પર્વ અંતર્ગત તેમણે લંડનના ‘‘સેવ ધી ચિલ્‍ડ્રન ચેરીટી ટ્રસ્‍ટ''ને ૪૫ હજાર પાઉન્‍ડનો ચેક અનાથ બાળકોના હિતાર્થે આપ્‍યો હતો.

આ તકે મુજબ મહેમાન તરીકે યુ.કે.ના કિવન એલિઝાબેથના પ્રતિનિધિ લેફટનન્‍ટ સર નિથ ઓલિસાએ હાજરી આપી હતી. તથા પૂજય આચાર્યશ્રીના દર્શનનો લહાવો લીધો હતો. તેમણે શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન સંચાલિત સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી. તેમજ સેવ ધી ચિલ્‍ડ્રન ચેરીટી ડીરેકટરએ આટલી મોટી રકમના ડોનેશન બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)
  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST

  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST

  • રાજકોટમાં ધોધમાર વરસાદથી અન્ડરબ્રીજમાં પાણી ભરાયા :કાલાવડ રોડ તરફ જવામાં ભારે હાલાકી :અમીનમાર્ગ અને આમ્રપાલી વિસ્તારમાં જબરો ટ્રાફિક જામ :કલાકો સુધી વાહનો ફસાયા :કાલાવડ રોડના અન્ડરબ્રીજમાં પાણી ભરાતા અમીનમાર્ગ અને આમ્રપાલી તરફ વાહનોની લાંબી લાઈનો લાગી :શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા access_time 7:09 pm IST