Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

૮ વર્ષની બાળકીએ ૬૦ કિલો વજન ઉંચક્‍યું

પંચકુલા,તા. ૨૯ : હરિયાણાના પંચકૂલામાં રહેતી આઠ વર્ષની બાળકી અ  ર્શિયા ગોસ્‍વામીએ ૬૦ કિલો વજન ઊંચકીને પોતાની વેઇટલિફિટંગની કુશળતા દેખાડી છે. ઓલિમ્‍પિક્‍સમાં મેડલ મેળવવા ઇચ્‍છતી અર્શિયા ગોસ્‍વામીએ છ વર્ષની વયે જ ૪૫ કિલો વજન ઊંચકીને રેકાઙ્ઘર્ડ બનાવ્‍યો હતો. ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડે તેના આ પરાક્રમની નોંધ પણ લીધી હતી.

તાજેતરમાં ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ થયેલા વિડિયોમાં તે ૬૦ કિલો વજન ઉપાડતી જોવા મળે છે. અર્શિયા ગોસ્‍વામીના પપ્‍પાએ કહ્યું હતું કે મારી દીકરી ઓલિમ્‍પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ પાસેથી પ્રેરણા લે છે. એ મોટી થઈને ભારત માટે ગોલ્‍ડ જીતવા માગે છે. અર્શિયા ગોસ્‍વામીને તાએ ક્‍વાન ડો અને પાવરલિફિટંગમાં પણ રસ છે. તેના પપ્‍પા ફિટનેસ ટ્રેઇનર છે. તેમના રેગ્‍યુલર વર્કઆઉટ સેશન દરમ્‍યાન અર્શિયા ગોસ્‍વામીએ ડેડલિફિટંગ શરૂ કર્યું હતું. છ વર્ષની વયે તેણે ૪૫ કિલો વજન ઊંચક્‍યું હતું તેમ જ રાજય કક્ષાની સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો.

(5:52 pm IST)