Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

લવ લેટર તો તમે ઘણા જોયા હશે, પરંતુ આ પ્રેમપત્રને વાંચીને થઈ જશે પ્‍યાર

સોશ્‍યલ મીડિયા પર એક પ્રેમ પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેને વાંચીને તમે હસી પડશો

નવી દિલ્‍હી,તા. ૨૯ : સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારની તસવીરો શેર કરવામાં આવે છે. તેમાંના કેટલાક ફની હોય છે, જયારે અમુક હેરાન કરનારી હોય છે. તે જ સમયે, કેટલીક તસવીરો એવી હોય છે કે જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય છે. જો કે, યુઝર્સને આ તસવીરો ખૂબ પસંદ આવે છે અને તેના વિશે મજા લેતા રહે છે. જેમાં વધુ એક ફની તસવીર સામે આવી છે, જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને આવો પ્રેમપત્ર લખ્‍યો છે, જેને વાંચીને તમે પ્રેમમાં પડી જશો. એટલું જ નહીં આ પ્રેમપત્ર વાંચીને તમે તમારા પ્રેમીને સલામ પણ કરશો.

આજ સુધી તમે ઘણા પ્રેમ પત્રો જોયા અને વાંચ્‍યા હશે. એટલું જ નહીં, ઘણાએ તો પ્રેમ પત્રો પણ લખ્‍યા હશે. દરેક વ્‍યક્‍તિ પ્રેમ પત્રો અલગ અલગ રીતે લખે છે. પરંતુ, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અનોખો લવ લેટર વાયરલ થઈ રહ્યો છે, જેને વાંચીને તમે હસવુ રોકી નહીં શકો.

 એટલું જ નહીં, પ્રેમપત્ર લખનાર વ્‍યક્‍તિના વખાણ કર્યા વિના તમે રહી શકશો નહીં. પ્રેમીએ તેની પ્રેમિકાને ખૂબ જ મજેદાર રીતે પ્રેમપત્ર લખ્‍યો,

‘સેવામાં , શ્રીમતી જાનેમન જી,

વિષય- આઇ લવ યુ, માઇ લવ ઇઝ માઇ લાઇફ.

મહોદય - જાનુ વિનંતી છે કે હું તમારા હૃદયનો વિદ્યાર્થી છું. મારા હૃદયને ખૂબ તાવ છે, તેથી કૃપા કરીને મને એક પ્રેમ મેસેજ આપો. આગળ શું લખ્‍યું છે, તમે જાતે વાંચો...

આ પ્રેમ પત્ર વાંચીને તમે હસ્‍યા જ હશો. તમે વિચારતા જ હશો કે આ પ્રેમીએ અજાયબી કરી બતાવી છે. હવે આ પ્રેમપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ લેટર ઈન્‍સ્‍ટાગ્રામ પર ‘aliaskar8271’ નામના એકાઉન્‍ટથી શેર કરવામાં આવ્‍યો છે. લાખો લોકોએ લવ લેટર જોયો છે. જયારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. તે જ સમયે, જયાં કેટલાક લોકો આ લવ લેટરનો આનંદ લઈ રહ્યા છે, તો કેટલાક તેના વખાણ પણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે આને સાચો પ્રેમ કહેવાય. કોઈ કહે કે શું અદ્‌ભુત પ્રેમપત્ર છે.

(4:37 pm IST)