Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ભારતના વડાપ્રધાનનું સન્‍માન એ સમગ્ર દેશની જનતાનું સન્‍માન

વિશ્વભરના સન્‍માનો અને એવોર્ડથી સન્‍માનિત થતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની લોકપ્રિયતા સતત આભને આંબી રહી છે દેશ કરતા વિદેશમાં અને વિદેશી રાજકીય આલમમાં તો તેમનું અદકેરું સ્‍થાન જણાય છે. વિશ્વના કોઈ ભી ધુરંધરનેતા હોય કે હોય કોઈ શક્‍તિશાળી દેશ મોદીની પ્રતિભાને સૌ કોઈ કરે છે સલામ.

સાઉદી અરબ દેશે સૌ પ્રથમ નરેન્‍દ્રભાઈને વર્ષ ૨૦૧૬માં ‘ઓર્ડર ઓફ અબ્‍દુલઅઝીઝ અલ સાઉદ'થી સન્‍માનિત કર્યા , જે એ દેશ દ્વારા બિન મુસ્‍લિમ વ્‍યક્‍તિને અપાતો સૌથી મોટો એવોર્ડ છે. એજ વર્ષમાં અફઘાનિસ્‍તાન દ્વારા મોદી જી એ કરેલ પ્રશંસનીય કામોને બિરદાવતા એ દેશના સર્વોચ્‍ચ પુરસ્‍કાર એવા ‘સ્‍ટેટ ઓર્ડર ઓફ ઘાઝી અમાનુલ્લાહ ખાન'થી નવાજવામાં આવ્‍યા.

પડોસી દેશોમાં સંબંધો મજબૂત કરવા માટેના અથાગ પ્રયત્‍નો કરવા માટે પિલિસ્‍ટીન  દ્વારા ‘ગ્રાન્‍ડ કોલર ઓફ પિલિસ્‍ટીન' કે જે એ દેશમાં વિદેશી  વિભૂતિઓને અપાતા સૌથી મોટો પુરસ્‍કાર છે . તો મુસ્‍લિમ જગતમાં સૌથી શક્‍તિશાળી દેશ એવા યુનાઇટેડ આરબ એમિરેટ્‍સના ભારત રત્‍ન  સમાન અવોર્ડ  ‘ઓર્ડર ઓફ ઝાયેદ ‘  આપી જાણે દરેક ભારતીયને ગૌરવાન્‍વિત કર્યા.૨૦૧૮ના  વર્ષમાં વૈશ્વિક શાંતિ અને ઇકોનમીક ડેવેલપમેન્‍ટમાં કરેલા પ્રયત્‍નો અને સપોર્ટ  માટે  ‘સિઓલ પીસ પ્રાઈઝ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા  રશિયા કે જે વર્ષો થી ભારતનો મિત્ર અને સ્‍ટ્રેટેજિક પાર્ટનર રહ્યું છે. જે સમયે બીજા મોટા દેશો એ ભારતને સપોર્ટ નહોતો  કર્યો એ વેળાએ રશિયા ભારતની સાથે રહ્યું હતું , એ રશિયા એ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈને ‘ઓર્ડર ઓફ સેઇન્‍ટ એંડ્રિવસ'થી ૨૦૧૯ના વર્ષમાં કર્યા  સન્‍માનિત.

૨૦૧૯ના વર્ષમાં માલ્‍દિવ્‍ઝ દ્વારા ‘ઓર્ડર ઓફ ઈશાન ઇઝઝુદ્દીન'થી સન્‍માનિત કરવામાં આવ્‍યા તો આ જ વર્ષમાં બહરાઈન દ્વારા ગલ્‍ફ દેશો દ્વારા અપાતા સૌથી મોટા સન્‍માન સમા ‘કિંગ હમાદ  ઓર્ડર ઓફ રેનાઈસન્‍સ' અપાયો જે બતાવે છે એશિયામાં નરેન્‍દ્રભાઈનો પ્રભાવ. વિશ્વના જમાદાર અને સૌથી શક્‍તિશાળી દેશોમાંના એક એવા યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા દ્વારા ‘લીજન ઓફ મેરીટ' એવોર્ડ આપી બહુમાન કર્યો.

નોંધનીય છે કે નરેન્‍દ્રભાઈ મોદી પેહલા ભારતીય રાજનેતા છે જેને આ સન્‍માન આપવામાં આવ્‍યું હોય.

૨૦૨૧ના વર્ષમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને આપણા પાડોશી  દેશ એવા ભૂટાનના રાજા એ  ‘ઓર્ડર ઓફ દ્રુક ગ્‍યાલપો' થી કર્યા સન્‍માનિત.

ફક્‍ત દેશોએ જ નહિ પરંતુ વિશ્વવ્‍યાપી સંસ્‍થાઓ જે સમાજની શાંતિ માટે અને પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરતી હોય  છે જેનું મહત્‍વ ઘણું હોય  છે એવી સંસ્‍થાઓ એ પણ શ્રી નરેન્‍દ્રભાઈની મેહનત,વિઝન અને બદલાવની કોશિશો માટે સન્‍માનિત કર્યા છે .૨૦૧૮ના વર્ષમાં વિશ્વમાં શાંતિ બની રહે તે માટે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ‘સિઓલ પીસ  પ્રાઈઝ'થી નવાઝવામાં આવ્‍યા હતા તો ૨૦૧૮ની જ સાલમાં યુ એન નું પર્યાવરણના સંરક્ષણ માટે અપાતું  સૌથી મોટું સન્‍માન એવા ‘ચેમ્‍પિયન ઓફ અર્થ'થી સન્‍માનિત કર્યા  હતા.અભૂતપૂર્વ મિશનમાંથી એક એવા સ્‍વચ્‍છ ભારત મિશન  માટે બિલ ગેટ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા ‘ગ્‍લોબલ ગોલકીપર્સ એવોર્ડ' એનાયત કરવામાં આવ્‍યો હતો, આ ઉપરાંત  વિશ્વને ગ્રીન એનર્જી તરફ વાળવા અને દેશમાં પ્રોત્‍સાહન આપવા બાદલ કેમ્‍બ્રિજ એનેર્જી રિસર્ચ અસોસિએટ્‍સ દ્વારા  વર્ષ ૨૦૨૧માં ‘ગ્‍લોબલ એનેર્જી એન્‍ડ એન્‍વિરોન્‍મેન્‍ટ લીડરશીપ એવોર્ડ' આપીને સન્‍માન કર્યું.

વિશ્વના આવા શક્‍તિશાળી  દેશોના સર્વોચ્‍ચ એવોર્ડ તો મોદીજીને મળ્‍યા જ પરંતુ એમના કરતા પણ વધુ મૂલ્‍યવાન અને પ્રતિષ્ઠિત સમું જે તે દેશોના સંસદમાં સંસદને સંબોધવાનો માન આપ્‍યું જેમાં અમેરિકા,નેપાળ,અફઘાનિસ્‍તાન તેમજ ઓસ્‍ટ્રેલિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે. ખરેખર ભારત માટે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત માટે ગર્વની વાત છે કે વિશ્વના આવી શક્‍તિશાળી દેશોના  સંસદમાં બોલવાનો મોકો મળ્‍યો... 

 

(12:31 pm IST)