Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન: મોદી સ્ટેડિયમમાં રચ્યો ઈતિહાસ: રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

રાજસ્થાનના 130 રનના જવાબમાં 11 બોલ બાકી હતા ત્યારે ટાર્ગેટ પાર પાડ્યો : રાજ્યભરમાં જશ્નનો માહોલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2022)ની ફાઈનલ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 130 રન બનાવ્યા હતા તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની પણ શરૂઆત ધીમી રહી હતી અંતે 11 બોલ બાકી રાખી ટાર્ગેટ પાર પાડ્યા હતો. ગુજરાત ટાઈટન્સ ફાઈનલ મેચ જીતીને મોદી સ્ડેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે.

ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

રાજસ્થાન રૉયલ્સે ગુજરાત ટાઇટન્સને જીત માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 9 વિકેટ પર 130 રન બનાવ્યાહતા 

(12:05 am IST)