Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર : કહ્યું - નોટબંધીની એકમાત્ર સફળતા અર્થવ્યવસ્થાનું ડૂબવું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું- 2016 ના પગલાની એકમાત્ર "દુર્ભાગ્યપૂર્ણ સફળતા" એ ભારતના અર્થતંત્રનું "ડૂબી જવું" છે: રિઝર્વ બેન્કનો ટાંક્યો રિપોર્ટ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, 500 રૂપિયાની નકલી નોટોમાં 100 ટકાનો વધારો થયો છે અને 2,000 રૂપિયાની નકલી નોટોમાં 50 ટકાનો વધારો થયો છે તેવા આરબીઆઈના એલર્ટ બાદ વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધવાનું શરુ કર્યું છે.રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા એવું જણાવ્યું કે નોટબંધીની એકમાત્ર સફળતા અર્થવ્યવસ્થાનું ડૂબવું છે. 

  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2016 ના પગલાની એકમાત્ર "દુર્ભાગ્યપૂર્ણ સફળતા" એ ભારતના અર્થતંત્રનું "ડૂબી જવું" છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, 500 રૂપિયાની નકલી નોટોમાં 100 ટકાનો વધારો થયો છે અને 2,000 રૂપિયાની નકલી નોટોમાં 50 ટકાનો વધારો થયો છે. આ બંને નોટ જૂની 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બહાર પાડવામાં આવી હતી.

(9:47 pm IST)