Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

IPLના ૧૫ વર્ષ પૂરા થવા પર BCCIએ બનાવી મોટી જર્સી

ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડઃઆઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર રણવીર સિંહે પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવ્યા

અમદાવાદ, તા.૨૯ :આઈપીએલ-૨૦૨૨ની ફાઇનલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ પહેલાં બીસીસીઆઈએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી લીધું છે. આઈપીએલની ૧૫મી સીઝનના ફાઇનલ મુકાબલા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વિશાળકાય જર્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જર્સી દુનિયાની સૌથી મોટી જર્સી છે. ત્યારબાદ આ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયો છે. આ જર્સી આઈપીએલના ૧૫ વર્ષ પૂરા થવા પર બનાવવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન સૌરવ ગાંગુલી, જય શાહ, બીસીસીઆઈના અન્ય અધિકારીઓ, અક્ષય કુમાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. તો બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી, જય શાહ અને આઈપીએલ ચેરમેન બૃજેશ પટેલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ લીધુ હતું.

આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડની જાણીતી હસ્તિઓએ પરફોર્મ કર્યુ હતું. બોલીવુડ સ્ટાર રણવીર સિંહે પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી લીધા હતા. તો જાણીતા સંગીતકાર એઆર રેહમાન અને ગાયિકા નીતિ મોહને પોતાના સિંગિંગથી લોકોનું દિલ જીતી લીધુ હતું.

(9:40 pm IST)