Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

શ્રીલંકામાં સરકાર વિરોધી અને સરકાર તરફી દેખાવકારો વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે શ્રીલંકાની વીમા કંપનીને રૂ. 100 કરોડની ખોટ: અમેરિકન રેટિંગ એજન્સીનો દાવો

શ્રીલંકાની સરકારી માલિકીની વીમા કંપનીએ આ મહિને સરકાર વિરોધી અને સરકાર તરફી દેખાવકારો વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે એક અબજ શ્રીલંકન રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે એવી માહિતી ન્યુ યોર્ક સ્થિત રેટિંગ એજન્સી ફિચે આપી છે.

૯મી મેના રોજ શ્રીલંકામાં ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્સાના સમર્થકોએ સરકાર વિરોધી શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર હુમલો કરતા હિંસા ફાટી નીકળી હતી. સરકાર વિરોધી દેખાવકારો ખોરાક, ઈંધણ અને ઊર્જાની તીવ્ર તંગી સર્જનાર દેશની સૌથી આકરી આર્થિક કટોકટી બદલ વડા પ્રધાનની હકાલપટ્ટી ઈચ્છી રહ્યા હતા.

(4:02 pm IST)