Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

જો આક્રમણકારિયોને એવું લાગતું હોય કે લિમાન અથવા સિવિરોદોનેત્સ્ક એમનું થઇ જશે તો એ લોકો ખોટા છે, ડોનબાઝ હંમેશા યુક્રેનનું અભિન્ન અંગ રહેવાનું છે: ઝેલેન્સકી

અત્યારે રશિયાની સેના દોનેત્સક અને લુહાન્સ્ક શહેરો પર અટકેલી છે

નવી દિલ્‍હી : રશિયા અને યુક્રેનનું યુદ્ધ ત્રણ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહ્યું છે. જે જંગને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 72 કલાકમાં પૂરું કરવાના દાવા કરતા હતા તે યુદ્ધ 100 દિવસ કરતા પણ વધુ લાંબુ ખેંચાઈ ચુક્યું છે અને આ એટલા માટે થયું કારણકે પુતિનના શરૂઆતના બધા જ અનુમાન, મૂલ્યાંકન ખોટા સાબિત થયા.72 કલાકના દાવા બાદ પુતિન કિવ પર કબજો કરવા માંગતા હતા પણ ત્યાંથી તેમની સેનાની યુક્રેનના સૈનિકોએ ભગાડી દીધી. પણ આ બધામાંથી બહાર નીકળી આગેકુચ કરવા પુતિન પાસે એક પ્લાન C પણ હતો આ જ પ્લાને યુદ્ધની તસ્વીર ફરી બદલી નાંખી, ફરી રશિયા આક્રમક દેખાઈ રહ્યું છે, તેમણે પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર તેમના હુમલા વધારી દીધા છે.

અત્યારે રશિયાની સેના દોનેત્સક અને લુહાન્સ્ક શહેરો પર અટકેલી છે, આ બંને ડોનબાઝ ક્ષેત્રમાં પડે છે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી રશિયાનું આક્રમણ તેજ છે. એક દાવા પ્રમાણે રશિયાને પૂર્વ યુક્રેનનું એક પ્રમુખ રેલ્વે જંકશન પોતાના કબ્જામાં કરી લીધું છે, સાથે એ પણ દાવો છે કે લિમાન શહેરને મુક્ત કરાવી લેવામાં આવ્યું છે. આ એ જગ્યા છે જ્યાં છેલ્લા 8 વર્ષથી અલગાવવાદીઓ દ્વારા યુદ્ધ ચાલું છે. રશિયા આ અલગાવવાદીઓનું સમર્થન કરે છે જેથી આ જગ્યાઓ પર તેનો કબજો હોવો એ બહુ મોટી વાત છે. યુદ્ધના કારણે રશિયાને પોતાના દેશમાં જ ઘણી આલોચનાનો સામનો કરવો પાડ્યો છે. ઘણા એવા સર્વે સામે આવ્યા છે જેમાં રશિયાના લોકો પોતાની સેનાનું જ સમર્થન નથી કરતા.

એવામાં જો ડોનબાઝ ક્ષેત્રમાં રશિયાની સેનાને કામયાબી મળે તો પુતિન તેને પોતાની જીત બતાવશે. બ્રિટનના રક્ષામંત્રીનો પણ દાવો છે કે રશિયા અત્યારે આ આ જગ્યાઓ પર કબજો કરવામાં લાગેલું છે. ત્યાં જેટલા ઘાતક હુમલા થઇ રહ્યા છે જમીન તો જમીન, કેટલીય મોટી ઈમારતો બરબાદ થઇ ચુકી છે. આ વિસ્તારમાં યુક્રેનના સૈનિકોને ઘેરાબંદીનો ડર પણ સતાવવા લાગ્યો છે, જે તેજીથી રશિયાના સૈનિકો આગળ વધી રહ્યા છે, લુહાન્સ્કના ગવર્નરને લાગે છે કે થોડા સમયમાંજ યુક્રેનના સૈનિકો સિવિરોદોનેત્સ્ક છોડીને જી શકે છે. ત્યાંના સ્થાનિકોને પણ એ ડર છે કે રશિયા ત્યાં પણ મારીયૂપોલ જેવી સ્થિતિ કરી શકે છે. બાકીની જગ્યાઓએ ન માત્ર યુક્રેને રશિયાનો મુકાબલો કર્યો છે પણ ઘણી જગ્યાએથી રશિયાના સૈનિકોને પાછા પણ મોકલ્યા છે.

એક તર્ક એવો પણ છે કે અર્બન વોરફેયરમાં રશિયા હંમેશા કમજોર રહ્યું છે, આ યુદ્ધમાં પણ રશિયાની સેનાની આ કમજોરી ઘણી જગ્યાએ સામે આવી છે ત્યારે યુક્રેન પણ આ કમજોરી પર વાર કરવા ઈચ્છે છે.રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું કહેવું છે કે જો આક્રમણકારિયોને એવું લાગતું હોય કે લિમાન અથવા સિવિરોદોનેત્સ્ક એમનું થઇ જશે તો એ લોકો ખોટા છે, ડોનબાઝ હંમેશા યુક્રેનનું અભિન્ન અંગ રહેવાનું છે.

(12:36 pm IST)