Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પતંજલિ એમેઝોન અને ફ્લીપકાર્ટને ટક્કર આપવા લોન્ચ કરશે સ્વદેશી શોપીંગ પોર્ટલ

બાબા સામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી 15 દિવસમાં માર્કેટમાં એન્ટ્રી કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લોકોને ખાદી ખરીદવાનો આગ્રહ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું સમર્થન કર્યુ છે. હવે ગ્રાહકો માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતમાં બનતા ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓની ખપત પુરી કરવા માટે એક વિશેષ ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકાશે.

ઇ કોમર્સ કંપની OrderMe પર પતંજલિ હવે આયુર્વેદિક ઉત્પાદનોની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન વેચશે. ખાસ વાત તો એ છે કે ઓર્ડર કરવાથી ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. આ સિવાય પતંજલિ 1500 ડૉક્ટરો અને યોગની શિક્ષા માટે 24 કલાક મફત સલાહ આપશે.

બાબા સામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી 15 દિવસમાં માર્કેટમાં દસ્તક આપશે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેબસાઇટ પર ઓર્ડર કરવામાં આવેલ સામાનને થોડા સમયમાં જ પહોંચાડવામાં આવશે.

આચાર્ય બાળકૃષ્ણએ આ મામલે પ્રકાશ પાડતા કહ્યું કે OrderMe પર ફક્ત અને ફક્ત સ્વદેશી વસ્તુઓ જ મળશે. જે પણ સામાનનો આર્ડર કરવામાં આવશે તેની ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયા એન્ટરપ્રાઇઝને પણ આની સાથે જોડવામાં આવશે જે આ ઉત્પાદનોને આ પ્લેટફોર્મના માધ્યમથી વેચશે.

(11:21 pm IST)