Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સીટી બેંકને 4 કરોડ અને ભારત કો-ઓપરેટિવ બેંકને 60 લાખનો દંડ ફટકારતી રિઝર્વ બેન્ક

આ દંડ કરજધારકો દ્વારા ક્રેડિટ સુવિધા કેસમાં પ્રમાણપત્ર મેળવવામાં સંબંધિત છે

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત કો-ઓપરેટિવ બેંક પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે ભારત કો-ઓપરેટિવ બેંકે આવક માન્યતા, સંપત્તિના વર્ગીકરણ અને છેતરપિંડી અંગેના નિયમોનું પાલન કર્યું નથી. Income Recognition and Asset Classification Norms and Fraud (IRAC)નાં કિસ્સામાં માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત RBIએ સિટીબેંક પર ચાર કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ કરજધારકો દ્વારા ક્રેડિટ સુવિધા કેસમાં પ્રમાણપત્ર મેળવવામાં સંબંધિત છે.

આરબીઆઈએ કહ્યું કે સિટીબેન્કે ક્રેડિટ સુવિધાનો લાભ મેળવનારા ગ્રાહકો પાસેથી ઘોષણા પ્રાપ્ત નહીં કરવા, નોન ફંડ ફેસિલિટીનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકાર્યો છે.

કેન્દ્રીય બેંક દ્વારા જુદા જુદા કેસોમાં નિયમોની અવગણના કરવાને કારણે બેંક ઓફ ઇન્ડિયા પર 5 કરોડ, કર્ણાટકા બેંક ઉપર 1.2 કરોડ, સારસ્વત સહકારી બેંક પર 30 લાખ, TJSB સહકારી બેંક પર 45 લાખ અને નગર અર્બન કો-ઓપરેટિવ બેંકને પણ 40 લાખનો દંડ ફટકાર્યો છે.

આ અગાઉ 29 જાન્યુઆરીએ આરબીઆઈએ KYCના નિયમોને લઇને HDFC બેંકને પણ એક કરોડનો દંડ ફટકાર્યો હતો

(11:17 pm IST)