Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ખરું સંકટ તો હવે આવશે : લાંબા લોકડાઉનથી ભારતને ભારે નુકસાન: સર્જાઈ 'મંદી' ની સ્થિતિ

આઝાદ ભારતમાં આવુ માત્ર 1957-58, 1965-66, 1972-73 અને 1979-80માં થયું હતું

નવી દિલ્હી : કોરોના સંકટ અને લાંબા લોકડાઉનને કારણે ભારતને ભારે નુકસાન થઈ રહ્યું છે. તાજેતરના અંદાજો આ તરફ જ નિર્દેશ કરી રહ્યા છે. આ વાતને લઈને હમણાં સુધી ચર્ચાઓ થઈ રહી હતી. સરકાર તરફી વડાપ્રધાને લોકડાઉન-1માં 'જાન હૈ તો જહાન હૈ' નો મંત્ર આપ્યો હતો અને પછી તેને બદલીને 'જાન ભી, જહાં ભી'ના મંત્રથી આ સખત પડકાર વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો.

નવા આંકડા દર્શાવે છે કે, ભલે આપણે લોકડાઉન દ્વારા ઘણાં જીવ બચાવી લીધા, છતાં આપણે એક જહાન તરીકે વિશાળ બલિદાન આપવાના છીએ. આ બલિદાનની કિંમતનો સાચો મતલબ આગામી સમયમાં જ ખબર પડશે. શક્ય છે કે, આ કિંમત આર્થિક તંગીની પણ હોઈ શકે અથવા ઘણા મોતોની પણ હોઈ શકે છે, જેને કદાચ આપણે ક્યારેય ગણી શકીશું નહીં. તે હકીકત છે કે, આગામી સમયમાં આપણે તે પરીણામો પર પહોંચીશું કે સંક્રમણને રોકવા માટે લોકડાઉન-1 જરૂરી તો હતું જ, પરંતુ આને વારંવાર લંબાવવું આપણે બીજી મુસીબતમાં ધકેલતું ગયું.

રેટિંગ એજન્સી ક્રિસિલ મુજબ, આપણે મંદીમાં જઈ રહ્યા છીએ, જેનો અર્થ છે કે જીડીપી આ વર્ષે નકારાત્મક રહેશે. આઝાદ ભારતમાં આ ફક્ત 1957-58, 1965-66, 1972-73 અને 1979-80માં આવું થયું હતું. આ વખતે આ સમય સૌથી ગંભીર હશે. ભારતીય સ્ટેટ બેન્કનો અંદાજ છે કે, આ ઘટાડો -6. 8 ટકા રહેશે. એટલે કે, ગયા નાણાકીય વર્ષમાં જે જીડીપી હતું તેના કરતા આ નાણાકીય વર્ષમાં તે 6.8 ટકા ઓછો હોઈ શકે છે. CMAIના આંકડા અનુસાર બેરોજગારીનો દર 24 ટકાથી ઉપર જશે. આશરે 10 કરોડ લોકો બેરોજગાર છે.

(10:54 pm IST)
  • ભારતમાં કોરોનાએ ફૂફાડો માર્યો : છેલ્લા 24 કલાકમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 8101 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 73,458 કેસ નોંધાયા : 85,840 એક્ટિવ કેસ : રિકવરીમાં જબરો વધારો :11,729 દર્દીઓ રિકવર થયા જબરો વધારો : કુલ 82,627 દર્દીઓ રિકવર થયા :વધુ 269 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4980 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2682 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 62,228 થઇ : તામિલનાડુમાં નવા 874 કેસ :દિલ્હીમાં 1105 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • વલસાડની જીઆઈડીસીની લ્યુમિસેન્સ કંપનીના ૧૫૦ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા : વલસાડના ગુંદલાવ જીઆઈડીસીની લ્યુમિસેન્સ કંપનીના ૧૫૦ જેટલા કામદારો બે મહિનાની પગાર વધારાની માંગણી સાથે કંપનીની બહાર હડતાલ ઉપર ઉતરી ગયાઃ હાલમાં પગાર વધારો શકય ન હોવાનું જણાવી ઘરભેગા થઈ જવાનું કહી દેવાતા કામદારોની હાલત કફોડીઃ કંપનીમાં મહિલા કામદારો વધુ હોવાનું જાણવા મળે છે access_time 3:00 pm IST

  • સોમવારથી યુ.કે.માંથી કોરોના વાયરસ પ્રતિબંધો હટાવવાનું શરૂ થશેઃ બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોનસન access_time 11:10 am IST