Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાત્રે દિલ્હી - એનસીઆર સહિત પંજાબ અને હરિયાણામાં ભૂકંપના આંચકા : 4,6ની તીવ્રતા: રોહતક નજીક કેન્દ્રબિંદુ

ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી માત્ર 3.3 કિલોમીટર ઉંડુ: લોકોમાં ફફડાટ

નવી દિલ્હી : આજે રાત્રે દિલ્હી-એનસીઆર સહિત પંજાબ અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે  દિલ્હી-એનસીઆરમાં ધરતીકંપનો આ ઝટકો 4.6 ડિગ્રીનો નોંધાયો હતો. ધરતીકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકમાં હોવાનું મનાય છે  રાજધાનીથી માત્ર 65 કિલોમીટર દુર છે. મળતી માહિતી અનુસાર ધરતીકંપનુ કેન્દ્ર જમીનથી  માત્ર 3.3 કિલોમીટર ઉંડુ હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટને પહોંચી વળવા માટે 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન જાહેર થયા બાદ સતત અનેક વખત ધરતીકંપ આવી ચુક્યા છે. ગત્ત વખતે જે ધરતીકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર દિલ્હીમાં જ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ દેશ માટે ખુબ જ ખરાબ રહ્યું છે. કોરોના સંકટ બાદ તોફાનોના સંકટ બાદ હવે ધરતીકંપના ઝટકા પણ અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે આવતા રહે છે

(10:47 pm IST)