Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

બજારમાં ભારે ઉતાર-ચઢાવ બાદ ૨૨૪ પોઇન્ટનો ઉછાળો

નિફ્ટીમાં ૯૦ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો : બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૯૦ ટકા અને ૧.૧૪ ટકા વધી બંધ રહ્યા : રોકાણકાર દ્વિધામાં

મુંબઈ, તા. ૨૯ : કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બજારમાં ઉતારચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂડીરોકાણ કારો આર્થિક તંગીના કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયેલા છે. શુક્રવારે જાન્યુઆરી-માર્ચના જીડીપી ડેટા જાહેર થતાં અગાઉ ભારતીય શેરબજાર ભારે ઉતાર-ચઢાવ બાદ ૨૨૪ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યું હતું. આજે સવારે ઈન્ટ્રા ડેમાં ૩૦૦ પોઈન્ટ્સ ઘટી ગયેલા બજારમાં બાદમાં રિકવરી જોવા મળી હતી. દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૨,૪૮૦.૫૨ અને નીચામાં ૩૧,૮૨૩.૮૦ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ ૨૨૩.૫૧ પોઈન્ટ્સ અથવા ૦.૬૯ ટકા વધીને ૩૨,૪૨૪.૧૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

 નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૯,૫૯૮.૮૫ અને નીચામાં ૯,૩૭૬.૯૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૯૦.૨૦ પોઈન્ટ્સ અથવા ૦.૯૫ ટકા વધીને ૯૫૮૦.૩૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૯૦ ટકા અને ૧.૧૪ ટકા વધીને બંધ રહ્યા હતા. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વધીને બંધ રહેલા મુખ્ય શેરોમાં ઓએનજીસી ૫.૨૬ ટકા, બજાજ ઓટો ૫.૦૧ ટકા, સન ફાર્મા ૩.૮૬ ટકા, નેસ્લે ૩.૪૮ ટકા, આઈટીસી ૩.૩૮ ટકા, એલ એન્ડ ટી ૨.૮૭ ટકા,  આજે ઘટીને બંધ રહેલા મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક ૨.૪૬ ટકા, ભારતી એરટેલ ૨.૨૭ ટકા, ઈન્ફોસિસ ૨.૨૬ ટકા, ટીસીએસ ૧.૨૬ ટકા અને ટાઈટન ૧.૧૪ ટકાનો સમાવેશ થાય છે.

(8:02 pm IST)