Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાજયમાં રવિવારની રાત સુધીમાં મૃત્યુઆંક ૧૦૦૦ થવાની શકયતા

ગુજરાત દેશમાં કેસના મામલે ચોથા ક્રમે ધકેલાયું, જો કે મૃત્યુમાં મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને

નવી દિલ્હી, તા. ર૯ :   ગુજરાતમાં કોરોનાએ  હાહાકાર મચાવ્યો છે. સમગ્ર  રાજયમાં માત્ર ડાંગ જિલ્લો  કોરોનામુકત જિલ્લો છે. ગુરુવારે  રાજયમાં નવા ૩૬૭ કેસ અને  ૨૨ મોત નોંધાયાં હતાં. હવે  ગુજરાતમાં કેસનો આંકડો  ૧૫,૫૭૪ અને મૃત્યુઆંક ૯૬૦  થયો છે. આમ તો રાજયમાં  છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુઆંક  દ્યટી રહ્યો છે, પરંતુ અત્યારની  સ્થિતિઓ રવિવારની રાત  સુધીમાં રાજયમાં કોરોના કુલ  ૧૦૦૦ દદીનો ભોગ લે તેવી  શકયતા છે.   

રાજયમાં કોરોનાનો સકંજો  મજબૂત બનતો જાય છે.  ગુરુવારે રાજયના ૨૨ જિલ્લામાં  કોરોનાના કેસ નોંધાયા હતા.  એક તરફ કેસની સંખ્યામાં રાહત  અપાવે તેવો ઘટાડો નોંધાયો નથી  તો બીજી તરફ આંકડા પણ ચિંતા  ઉપજાવે તેવા છે.   

સરકારી તંત્ર દ્વારા  ગુજરાતમાં રિકવરી રેટ દેશના  ૪૨.૬ ટકા કરતા વધુ હોવાનો  દાવો કરાઈ રહ્યો છે. અત્યાર  ગુજરાતમાં ૫૧.૪૧ ટકાનો  રિવરી રેટ છે. નવા પોઝિટિવ  સની તુલનામાં ડિસ્ચાર્જ કેસની  સંખ્યા વધુ હોવાની તંત્રની  જાહેરાતથી સામે આવી રહ્યું છે.  જોકે આ બાબત સંતોષજનક છે,  તેની સાથે રાજયમાં મૃત્યુઆંક  બે દિવસમાં વધીને ૧૦૦૦ પર  પહોંચશે તે સત્ય પણ સ્વીકારવું  પડશે.  

 અત્યાર સુધી કોરોનાના  કેસના મામલે ગુજરાત સમગ્ર  દેશમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુ  બાદ ત્રીજા સ્થાને હતું, પરતુ હવે  દિલ્હીમાં કોરોના સંક્રમણ વધતા  ગુજરાત આ મામલે ચોથા ક્રમે  ધકેલાયું છે. અત્યાર દિલ્હીમાં  કોરોનાના કુલ ૧૬,૨૮૧ કેસ  નોંધાયા છે, જે ગુજરાતથી ૭૦૯  વધુ છે.     જોકે ગુજરાતમાં ૯૬૦  મૃત્યુ નોંધાતાં મૃત્યુના મામલે  મહારાષ્ટ્રના ૧૯૯૨ મૃત્યુ બાદ  દેશભરમાં બીજા સ્થાને છે.  તામિલનાડુમાં ૧૯૩૭૨ કેસ  સાથે કેસના મામલે દેશમાં બીજા  સ્થાને છે, પરંતુ તામિલનાડુમાં  માત્ર ૧૪૫ દદી કોરોનાથી મૃત્યુ  પામ્યા છે, જયારે દિલ્હીમાં ૩૧૬  દર્દીનાં મોત થયાં છે. આમ  મૃત્યુના મામલે તો રાજયની  સ્થિતિ ગંભીર છે.

(4:10 pm IST)