Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જયાં સંક્રમણ વધુ ત્યાં કંઈક તો કરવું પડશેઃ જાવડેકર

નવી દિલ્હીઃ લોકડાઉન-૪ પુરૂ થવામાં છે ત્યારે લોકડાઉન-૫ અંગેની ચર્ચાઓએ જોર પકડયુ છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક ઓનલાઈન કાર્યક્રમમાં જણાવેલ કે દેશના નવ જીલ્લાઓમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ છે અને ત્યાં કંઈક તો વ્યવસ્થા કરવી પડશે. કોરોના ફકત મોદી સરકાર માટે જ નહીં પણ આખા વિશ્વ માટે સંકટ છે.

તેમણે જણાવેલ કે લોકડાઉન કરી તો પણ તકલીફ અને ન કરીએ તો પણ તકલીફ પહેલા ત્રણ દિવસમાં કેસ ડબલ થતા જયારે હવે લોકડાઉનના કારણે ૧૪ દિવસે ડબલ થાય છે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યા છે.

(4:07 pm IST)