Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લોન આપવા બાબતે લોકોને ફીચની ચેતવણી બે વર્ષમાં એનપીએમાં થશે છ ટકાનો વધારો

મુંબઇ : ફીચ રેટીંગ્સે ગુરૂવારે એક રીપોર્ટમાં એવી ચેતવણી આપી છે કે સરકારના લગભગ ૨૦ લાખ કરોડ રૂપિયાના  રાહત પેકેજ હેઠળ લોન આપવાથી લોકોએ તેના હપ્તા પાછા મેળવવામાં પડકારોને સામનો કરવો પડી શકે છે. રીપોર્ટમાં કહેવાયુ છે કે તેના કારણે આગામી બે વર્ષ દરમ્યાન તેના એનપીએમાં છ ટકા સુધીનો વધારો થઇ શકે છે.

ફિંચ રેટીંગ્સે કહ્યુ કે ફરજીયાત લોન આપવાના દબાણને લીધે લોકોની બાકી લોનનો રેશીયો ૨ ટકાથી છ ટકાની વચ્ચે થઇ શકે છે. જે બેંકોની સ્થિતીને ગંભીરતા, બેંકની જોખમ  ઉઠાવવાની ક્ષમતા અને જોગવાઇઓ પર આધારીત હશે. એજન્સીએ જો કે સરકારી અને ખાનગી બેંકોના એનપીએ અંગે અલગ અલગ માહિતી નથી આપી.

સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાં બેંક લોનમાં ઘણાં પ્રકારની રાહત અને લોન પરત કરવાની મુદ્દતમાં ૯૦ દિવસનો વધારો સામેલ છે. ફિચના રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે આ ઉપાયો ખાસ કરીને સહકારી બેંકો પર ભારે  બોજ નાખશે, જેની બેલેન્સ શીટો પહેલા જ બહુ નબળી છે.

(3:11 pm IST)