Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પાકિસ્તાનમાં કોરોના સંક્રમિતો ૬૪ હજારને પારઃ છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦૦થી વધુ નવા કેસ

કરાંચીઃ પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. કુલ કેસ ૬૪૦૨૮ થયા  છે. પાકિસ્તાની સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોરોનાથી મોતની સંખ્યા ૧૩૧૭ થઈ ગઈ છે. સિંધમાં સૌથી વધુ ૨૪ હજાર, પંજાબમાં ૨૨ હજાર, ખૈબર પખ્તુનખ્વામાં ૯ હજાર, બલુચિસ્તાનમાં ૪ હજાર, ઈસ્લામાબાદમાં ૨૨૦૦, ગિલગીટ- બાલ્ટીસ્તાનમાં ૯૦૦ અને પાકિસ્તાની કબજાગ્રસ્ત કાશ્મીરમાં ૩૦૦ જેટલા કેસ આવ્યા છે. બુધવારથી ગુરૂવાર સુધીમાં ૨૪ કલાકમાં ફકત ૮૪૯૧ ટેસ્ટ કરાયેલ.

(3:10 pm IST)