Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના મૃતકોની યાદમાં સ્પેનમાં ૧૦ દિવસનો શોક

મેડ્રીડ : સ્પેનમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોના શોકમાં દેશની ૧૪ હજારથી વધારે સરકારી ઇમારતો પર ધ્વજ અર્ધો ફરકેલો છે. સ્પેનમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓ માટે ૧૦ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. કોરોના ર૭ હજાર મૃતકોની યાદમાં સ્પેનના રાજા ફિલીપ છઠ્ઠાના નેતૃત્વમાં બુધવારે સ્થાનિક સમયાનુસાર બપોરે કેટલીક મીનીટોનું મૌન રાખવામાં આવ્યું. વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને અન્ય સાંસદો ઉપરાંત આરોગ્ય કર્મચારી અને અન્ય નાગરિકોએ પણ આ મહામારીમાં જીવ ગુમાવનારા લોકોના માનમાં બધું કામકાજ રોકી દીધુ હતુ. ૧૯૭૦ના દાયકામાં લોકશાહી સ્થપાયા પછી આ દેશમાં સૌથી લાંબો શોક જાહેર કરાયો છે.

(3:09 pm IST)