Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

૭૦ વર્ષમાં અમેરિકાએ ૪ યુદ્ઘ લડીને જેટલા સૈનિકો ગુમાવ્યા, તેના કરતા વધારે ૪ મહિનામાં કોરોનાથી લોકોના મૃત્યુ

અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે, થોડા દિવસો પહેલા અહીં હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થતાં હતા, પરંતુ હવે આ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે

વોશિંગટન, તા.૨૯: અમેરિકામાં આ સમયે સંક્રમણના ૧૭ લાખથી વધુ મામલા છે. અહીં પર મૃત્યુ પામનારની સંખ્યા એક લાખને પાર કરી ચુકી છે. વર્લ્ડ વોર-૨ બાદ અમેરિકાએ ચાર મોટા યુદ્ઘનો સામનો કર્યો છે. આ દરમિયાન જેટલા સૈનિકોના મોત થયા, કોરોના વાયરસને કારણે ચાર મહિનામાં તેનાથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ ૨૧ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વિશ્વભરના કુલ સંક્રમિતોના ૩૦ ટકાથી વધુ મામલા અહીં છે.

અમેરિકામાં બીસીસીના પત્રકાર જોન સોપેલનુ કહેવુ છે કે કોરિયા, વિયતનામ, ઇરાક અને અફદ્યાનિસ્તાનમાં જેટલા અમેરિકી મહિલા-પુરૂષ સૈનિકોના જીવ ગયા, તેનાથી વધુ લોકોના મૃત્યુ મહામારીથી થયા છે. સોપેલે જણાવ્યુ કે, જો કોઈ કોરોનાથી થયેલા મોતોની તુલના અમેરિકામાં કેન્સર તથા રોડ દુર્દ્યટનામાં થયેલા મોતો સાથે કરે તો પણ ચોંકાવનારા પરિણામ સામે આવશે.

અમેરિકામાં સંક્રમણના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. મોત પણ સૌથી વધુ થયા છે. પરંતુ જો મૃત્યુદર પ્રમાણે જોવામાં આવે તો અમેરિકાનું સ્થાન નવમું આવે છે. વસ્તી પ્રમાણે મોતોની તુલનામાં આધાર પર બેલ્જિયમ, બ્રિટન અને આયર્લેન્ડ જેવા દેશ અમેરિકાથી આગળ છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના ૨૦ રાજયોમાં કોરોના નવા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં નોર્થ કૈરોલિના અને વિસકોન્સિનમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યાં છે.

સરહદ વિવાદમાં મધ્યસ્થા પર ટ્રમ્પની ઓફરને ભારતની ના, વિદેશ મંત્રાલયે કહ્યું- ચીન સાથે વાતચીત ચાલુ

અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે. થોડા દિવસો પહેલા અહીં હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થતાં હતા. પરંતુ હવે આ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે.

યુદ્ઘમાં મૃત્યુ પામનાર સૈનિકોની સંખ્યા

 

કોરિયન યુદ્ઘ    (૧૯૫૦-૧૯૫૩)

૩૬,૫૦૦

વિયતનામ યુદ્ઘ  (૧૯૬૧-૧૯૭૫)

૫૮,૦૦૦

ઇરાક યુદ્ઘ       (૨૦૦૩-૨૦૧૧)

૪૫૦૦  

અફદ્યાન યુદ્ઘ  (૨૦૦૧થી અત્યાર સુધી)

૨૦૦૦

(3:08 pm IST)