Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ઘરકામમાં મદદને બદલે પતિઓ મોબાઇલ પકડીને બેસી જાય છે

૬૦ દિ'માં મહિલા આયોગને મળી ૨૦૦થી વધુ ફરિયાદો

ભોપાલઃ કોરોના કાળમાં લોકડાઉનની અસર મહિલાઓના અંગત જીવન પર પણ પડી રહી છે. છેલ્લા બે મહિનામાં ગૃહિણીઓની લગભગ ૨૦૦ ફરિયાદો મહિલા આયોગ સુધી પહોંચી છે. લોકડાઉનના કારણે બધા લોકો ઘરમાં પુરાયેલા છે. ઘણાં લોકો કંપનીઓના વર્ક ફ્રોમ હોમના કારણે ઘરેથી જ કામ કરી રહ્યા છે. આ સ્થિતીમાં મહિલાઓનો આરોપ છે કે પતિ આખો દિવસ મોબાઇલ અને લેપટોપ સાથે ચોટેલા રહે છે. ઘરનું કંઇ કામ કહીએ તો કરતા નથી. ઉલ્ટાનું દુનિયાભરની ફરમાઇશો કરતા રહે છે.

મોટાભાગની મહિલાઓએ પતિઓના આવા બે જવાબદાર વલણ અંગે ફરિયાદ નોંધાવી છે. ગવાલિયર, ચંબલ અને બુંદલખંડ વિસ્તારમાંથી આવી ફરિયાદો વધારે આવી છે. આમાંથી મોટા ભાગની ફરિયાદો ઇ-મેલ દ્વારા મળે છે.

આ છે પત્નિઓની ફરિયાદોઃ

પતિ દિવસભર મોબાઇલ -કોમ્પ્યુટર સાથે ચોટેલા રહે છે, ન વાત કરે છે ન સાંભળે છે.

પતિ તેમને રસોઇ કે ઘરકામમાં મદદ નથી કરતા.

૨૫ ટકા મહિલાઓની ફરિયાદ છે કે ઘરમાં દારૂ ન મળતો હોવાથી મારપીટ કરે છે.

પગાર ઓછો અથવા ન મળવાનો ગુસ્સો પત્નિઓ પર ઉતારે છે.

 કેટલીક મહિલાઓએ એવી પણ ફરિયાદ કરી કે લગ્ન થયાને લાંબો સમય વિત્યા પછી હવે સાસરિયાઓ દહેજની માંગણી કરે છે.

(3:06 pm IST)