Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

હવે આગામી દિવસોમાં દેશભરમાં ગરમીથી મળશે રાહત : વરસાદી માહોલ બંધાતો જાય છે

કેરળ - કર્ણાટક - લક્ષદ્વીપમાં ૨૪ થી ૪૮ કલાકમાં વરસાદની તીવ્રતા વધશે : મુંબઈમાં ૨-૩ જૂને સારો વરસાદ : ગોવામાં પણ કાલથી વરસાદી એકટીવીટી

રાજકોટ : દેશના ઘણા રાજયોએ ગરમી - લૂનો પ્રકોપ સહન કર્યો પરંતુ હવે આગામી દિવસોમાં ધીમે - ધીમે રાહત મળશે. પ્રર્વતતી સિસ્ટમ્સના પગલે વરસાદી માહોલ બંધાતો જાય છે.

મુંબઈમાં આવતીકાલથી ગમે ત્યારે વરસાદી એકટીવીટી શરૂ થઈ જશે. તા.૧ થી ૪ જૂન દરમિયાન તા.૨ અને ૩ જૂને સારો વરસાદ પડશે. જયારે ગુજરાતમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ્સ બનશે જેની અસરથી તા.૩૦-૩૧ મહારાષ્ટ્રને લાગુ ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં વરસાદની શકયતા છે.

જયારે દક્ષિણ ભારતમાં કેરળ નજીક દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં ૨૪ થી ૪૮ કલાકમાં વરસાદની તિવ્રતામાં વધારો થવા લાગશે. 

તો દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ કોંકણમાં ૨૪ કલાક બાદ વરસાદ શરૂ થશે. છત્તીસગઢમાં વાતાવરણ સૂ કુ રહેશે. પશ્ચિમ બંગાળ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થશે. એમ.પી.માં ૨૪ કલાક બાદ શકયતા.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર, હિમાચલ, લદાખમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જયારે પંજાબ, હરિયાણામાં આવતીકાલથી વરસાદ શરૂ થશે.

(3:06 pm IST)