Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમરનાથ યાત્રા હવે ૧૫ દિવસની શરૂ કરવા અંતિમ નિર્ણય આવતા અઠવાડીયે લેવાશેઃ યાત્રા શરૂ કરાશે તો પણ સંખ્યામાં મોટો કાપ મુકાશે

આ વર્ષે યાત્રા થશે તો માત્ર બાલતાલના રસ્તે જ કરવામાં આવશે

અમરનાથ યાત્રાને લઇને મહત્વના અહેવાલો મળી રહયા છેઃ કોરોનાની સ્થિતિ હળવી બને તો અમરનાથ યાત્રા ૧૫ દિવસની રહેશે તેમ જાણવા મળે છેઃ જો કે અમરનાથ યાત્રાને લઇને અંતિમ નિર્ણય આવતા સપ્તાહે લેવાશેઃ અત્યારના ક્રમ મુજબ તો ૨૩ જુને અમરનાથ યાત્રા શરૂ કરવી હાલની સ્થિતિમાં નામુમકીન દર્શાય છેઃ યાત્રા માટે શ્રધ્ધાળુઓનું રજીસ્ટ્રેશન અને માંગની સફાઇ કામગીરી પણ હજુ હાથ ધરાઇ નથી.  યાત્રા યોજાશે તો પણ આ વખતે અમરનાથ યાત્રામાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં મોટો કાપ મુકાઇ શકે છેઃ આ વખતની અમરનાથ યાત્રા માત્ર બાલતાલના માર્ગે જ કરવાનો પણ લેેવાઇ શકે છે નિર્ણય

(12:57 pm IST)