Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભારત- ચીન સીમા વિવાદને લઈને સરકારના મૌન પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ : કહ્યું-- સ્થિતિ સ્પષ્ટ કરો

સંકટના આ સમયમાં અને અટકળોએ વેગ પકડ્યો છે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથે સરહદ પર તનાવ અંગે સરકારના મૌન વિશે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે ચીનની સરહદ પરની પરિસ્થિતિ અંગે સરકારના મૌનને લીધે સંકટના આ સમયમાં અને અટકળોએ વેગ પકડ્યો છે અને અનિશ્ચિતતા બનેલી છે. ભારત સરકારે સ્પષ્ટપણે ભારતને કહેવું જોઈએ કે શું થઈ રહ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ ભારત અને ચીનના 250 જેટલા સૈનિકો પૂર્વ લદ્દાખના પેગોંગ લેક વિસ્તારમાં લોખંડના સળિયા અને લાકડીઓથી તેમની વચ્ચે અથડામણ થઈ હતી. બંને બાજું પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. આવી જ બીજી ઘટનામાં 9 મેના રોજ સિક્કિમ સેક્ટરમાં નકુ લા પાસે નજીક બંને દેશોના લગભગ 150 સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. પેંગોંગ ત્સો ઝરણા અને ગલવાન વેલીમાં, એલએસીને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં પણ બંને બાજુથી સૈન્યની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.

(12:28 pm IST)