Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

નરેન્દ્રભાઇ મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ : અઘરા પ્રશ્નો ઉકેલ્યા, કોરોનામાં કસોટી

મોદી શાસન : આક્રમકતાથી આત્મનિર્ભર સુધીની સફર

અગ્નિ પરીક્ષાઓ વચ્ચે સફળતાના સોપાનો સર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ : રાષ્ટ્રીય તંત્ર હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર મોદી હૈ તો મુમકિન હૈ : બિપીન રાવતને ચીફ ઓફ આર્મી બનાવી ઐતિહાસિક નિર્ણય લીધો : આસામની ઐતિહાસિક બોડો સમજૂતિ - સરકારનું સીમાચિન્હ તીન તલાક - ૩૭૦ની કલમ - રામ જન્મભૂમિ જગ્યાના વિવાદ જેવા પ્રશ્નોને કર્યા ફટાફટ હલ : કોરોના સામે સેનાપતિ બની રણભૂમિકાં સતત લડતા નરેન્દ્રભાઇ

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે એટલે કે ૩૦મી મે ર૦ર૦ના રોજ એમની વડાપ્રધાન તરીકેની બીજી ટર્મનું ૧ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

આમ તો મોદી સરકારને ૬ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીના અભૂતપૂર્વ પરીણામમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પ્રજાજનોએ દિલથી જીતાડયા. ગત તા. ર૬મી મે ર૦૧૪ના રોજ નરેન્દ્રભાઇએ પ્રથમ વખત શપથ લઇ વડાપ્રધાન પદે બિરાજયા.

પ્રારંભે સહુ કોઇને એમ હતું કે આ મુખ્યમંત્રી પદ નથી. વડાપ્રધાન પદ છે. કોઇ એક રાજય નહિ પૂરો દેશ ચલાવવાનો છે, પરંતુ નરેન્દ્રભાઇ પોતાની કાબેલીયત અનુસાર સ્થિતિને જોઇ નિર્ણયો લેતા ગયા. પ્રજાના હિત માટે કઠોર નિર્ણયો લેવામાં પણ પાછી પાની ના કરી. સિદ્ધિઓના સોપાન સર કરતા ગયા. માત્ર રાષ્ટ્રીય ક્ષેત્રે જ નહિ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારતને એક આગવી ઓળખ આપી વિશ્વમાં આપણા દેશનું અનેરૂ વર્ચસ્વ ઉભું કર્યું.

સ્વભાવિક છે કે કેટલાક નિર્ણયો કેટલીક વ્યકિતઓને ના પણ ગમે. જેને પગલે વિરોધના સૂર પણ ઉઠયા, પણ આ તો નરેન્દ્રભાઇ પરિણામની પરવા કર્યા વિના દેશના હિત માટે સતત આગળ ધપતા જ ગયા. સમય આગળ સરકતો ગયો. જાણે જોત જોતામાં ૪ વર્ષ પૂર્ણ થઇ ગયા. ફરી પાછી લોકસભા ચૂંટણી નજીક આવી..

આમ છતાં કદાચ ભડવીર જ કહી શકાય કે મતદારોને રિઝવવા.. કે લલચાવવા-કઠીન લાભદાયક આકર્ષક નિર્ણયો લેવાને બદલે કઠોર પરંતુ સમય જતા દેશહિતમાં જ નિર્ણયો લેતા ગયા. નરેન્દ્રભાઇ.. વિરોધ પક્ષોથી ભાજપમાં જ ર૦૧૯ની લોકસભાની ચૂંટણી વેળાએ પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે શું આ ચૂંટણીમાં ભાજપ ફરી સતા ઉપર આવશે કે કેમ... ?

પરંતુ આ તો હતા નરેન્દ્રભાઇ.. ૧૪ વર્ષ સુધી મુખ્યમંત્રી અને પાચેક વર્ષ વડાપ્રધાન.. પોતાના અનુભવના નિચોડના આધારે દેશની ૧૩૦ કરોડ જનતાનો વિશ્વાસ જીતતા ગયા. તેમની આ લડતમાં સતત તેમની પડખે રહ્યા. અમિતભાઇ શાહ તેમજ મંત્રીમંડળ અને ભાજપની ટીમ તો ખરી જ..

જો કે આ વેળાએ વિપક્ષો સમજી ગયા હતાં કે જો આ ચૂંટણીમાં ભાજપ જીતી તો સત્તા ઉપર આવ્યું તો અમારે આગામી ૧૦-૧પ વર્ષ સત્તાથી દૂર રહેવું પડશે.

જેને પગલે માત્ર એક બે પક્ષો નહિ જાણે બધા પક્ષો એક થઇ મોદીની સામે આવ ી જતા આ ચુંટણી જંગ મોદી વર્સિસ વિપક્ષોનો બની ગયો હતો. પરંતુ જાણે, નરેન્દ્રભાઇને વિશ્વાસ દ્વારા તેમણે કરેલા પ્રજાહિતોના કાર્યને પગલે...

ચુંટણી પંચે લોકસભા ર૦૧૯ની ચુંટણીની તારીખોની જાહેરાત કરી અને રાજકીય પક્ષોની જાણે હોડ શરૂ થઇ. એક પછી એક તબકકાવાર ચુંટણીઓ આગળ ધપતી ગઇ. એક બાજુ નરેન્દ્રભાઇ અને બીજીબ ાજુ રાહુલ ગાંધી સહિતની રાજકીય હસ્તીઓ...સભાઓનો દોર તેમજ રોડ શોના થયા આયોજનો.

ર૬મી એપ્રિલ ર૦૧૯ના રોજ નરેન્દ્રભાઇ એ તમામ દિગ્ગજોની ઉપસ્થિતિમાં વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી પત્રક ભર્યું... ૭ અલગ-અલગ ચરણોમાં ચુંટણી સંપન્ન થઇ...અને આવ્યો પરિણામનો દિવસ-ર૩મી મે ર૦૧૯ના રોજ આવ્યું પરિણામ.

ફરી એક વાર મોદી સરકાર-વર્ષ ર૦૧૪ કરતા પણ મોટી અને પ્રચંડ જીત... મત હિસ્સેદારી ૩૧ ટકાથી વધીને ૩૮ ટકા ઉપર પહોંચી... યુપી અને બંગાળમાં પણ મોદીનો કરીશ્મા એકલા ભાજપને અધધધ...૩૦૩ સહિત એનડીએને મળી કુલ ૩પ૩ સીટ....વિરોધીઓના સુપડા સાફ....અપુતપૂર્વ પરિણામ.

પરિણામ બાદ સાંજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહનું કરાયું ભવ્ય સ્વાગત... અહીં નરેન્દ્રભાઇએ સૌનો આભાર માની સંબોધન કર્યું અને કહ્યું બદઇરાદા સાથે કોઇ કામ નહિ કરે...સંપૂર્ણ સમય દેશના લોકો માટે સમર્પિત રહેશે...

આટલી મોટી ભવ્ય જીત પછી પણ અભિમાન જોજનો દુર... અને આવા નમ્ર સંબોધને દેશવાસીઓને ગદગદિત કર્યા. જીત બદલ ગુજરાત તેમજ વારાણસી જઇ જનતાનો આભાર પણ માન્યો.

ર૬મી મે ર૦૧૯ના રોજ નરેન્દ્રભાઇ ભાજપ-એનડીએના સંસદીય દળના નેતા તરીકે ચુંટાઇ આવ્યા. આ વેળાએ મોદીએ અડવાણીજી ના આર્શિવાદ પણ લીધા. ત્યારબાદ તમામ ચુંટાયેલા સાંસદ વિવિધ રાજયોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીજીએ કર્યું સંબોધન-કદાચ આ વેળાએ સેન્ટ્રલ હોલને પણ ગર્વ થતા હશે.

૩૦મી મે ર૦૧૯ના રોજ શ્રી નરેન્દ્રભાઇ મોદીની બીજી વખત દેશના વડાપ્રધાન તરીકે થઇ તાજપોશી રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદીજીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા... જો કે આ વખતે થઇ અમિતભાઇ શાહની એન્ટ્રી... મોદી સહિત પ૮ પ્રધાનોએ લીધા શપથ...

૩૧ મી મે ર૦૧૯ એટલે કે શપથવિધીના બીજા દિવસે થઇ ખાતાની ફાળવણી અમિતભાઇ શાહને મળ્યું ગૃહખાતુ તો રાજનાથસિંહને મળ્યું સંક્ષરણ અને જાણે ૧૭ મી લોકસભાનો શરૂ થયો દોર... ૧ લી જુનથી મંત્રાયલોમાં શૂ કર્યા દોર સંભાવવાનું અને શરૂ થઇ મોદી સરકારની બીજી ઇનિંગ્સ, કહેવાય છે કે ચૂંટણી દરમ્યાન જ વડાપ્રધાન મોદી પાસે જીત્યા બાદના ૧૦૦ દિવસના કામોનું લીસ્ટ તૈયાર હતું. એમની આ જ કાર્યશૈલી તેમની હરદેશીનો પરચો બતાવે છે. પહેલી ટર્મમાં કદાચ થયેલી કોઇ ને કેમ સુધારવી કે પ્રજાજનોની સમસ્યાઓમાં કયાં રહી હતી કચાશ એ હાથ ઉપર લઇ મોદીજી કામે લાગ્યા.

આ વખતે તો નરેન્દ્રભાઇ અને અમિતભાઇને જાણે વન-ડે માં ટવેન્ટી...ટવેન્ટી... રમવી હોય તેમ મેદાનમાં  નિર્ધારીત લક્ષ્ય સાથે ઉતર્યા હતા. જરૂર રહી તો પાર કેમ પડવા એ વ્યુહ રચનાની ભારતની ૧૩૦ કરોડ પ્રજાજનોએ કદાચ ભાજપ ઉપર નહિ પરંતુ નરેન્દ્રભાઇ ઉપર ફરી એકવાર વિશ્વાસ મુકયો હતો અને પ્રજાજનોના એ વિશ્વાસને સાર્થક કરવા નરેન્દ્રભાઇએ કર્યો પ્રારંભ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ દેશનું  સુકાન સંભાળતાની સાથે જ કેન્દ્રની પ્રથમ કેબીનેટ બેઠકમાં ખેડૂતોને આપેલા વચનો પર્ણ કરવા મહત્વનો નિર્ણય લઇ પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજના નો પ્રારંભ કરાવી વચન પુર્ણ કર્યુ. સરકારી આંકડા અનુસાર આ યોજના હેઠળ દેશના ૧ર.પ કરોડ ખેડૂતોને લાભ મળશે.

પ્રથમ ટર્મ દરમ્યાન મોદીજીને દેશમાં પ્રર્વતેલી મંદીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. જેથી આ વેળાએ એ સમસ્યાને આગ્રતા આપી મંદી અને વધતી બેરોજગારીની સ્થિતિમાં રોજગાર, રોકાણ અને વિકાસને વધારવા બે કમીટીઓની રચના કરી...

આ ઉપરાંત નરેન્દ્રભાઇને સરકારમાં ૮ સમિતિઓની પુર્ણ રચના કરી જવાબદારીઓની વહેંચણી કરી... સમય આગળ ધપતો ગયો. મોદીજીને તમામ  રાજયોના મુખ્યમંત્રી સાથે નિતી આયોગની બેઠક કરી કેટલાક નિર્ણયો લીધા.

જેમાં સૌથી મોટો મિશન નક્કી થયો કે વર્ષ ર૦ર૪ સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના કદમાં અર્થતંત્ર બનાવવું અને એ માટે તમામ જરૂરી સવલતો ઉભી કરવી અને એને કબ્જે કરવા કેટલા અવરોધો છે અનેએને દૂર કરવા શું કરવું... નાણામંત્રીને પણ આ અંગેની વિશેષ જવાબદારી અપાઇ.

આ ઉપરાંત મોદીજીએ તેમની આ બીજી ઇનીંગ્સમાં બીજું એક લક્ષ્ય પણ રાખ્યું કે કે આ નિંગ્સની અવધી દરમ્યાન ગ્રામ્ય ભારતના દરેક ઘર સુધી પાઇપલાઇનથી પાણી પહોંચડાડવાનું કાર્ય પૂર્ણ કર્યું.

પ્રારંભમાં જ કહ્યું તેમ સરકારે  પ્રારંભથી જ ફાસ્ટ રન લેવાના શરૂ કર્યા વાયદા વચનો પુર્ણ કરવા પ્રારંભ કર્યો..વર્ષો જુની માંગણી એક શબ્દમાં અશકય વસ્તુને મોદી સરકારે બહુમતીના જોરે રાતોરાત સરખી કરી દીધી.

જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ હટાવી માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં સૌેને અચંબામાં મુકી દીધા હતા ભાજપે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કરેલા વચનો પૂર્ણ કરવા કટીબદ્ધ છે તે સાબિત કરતા ગયા.

ત્યારબાદ મોદી સરકારે સૌથી જટિલ અને કઠીન વર્ષોથી રામમંદિર મુદાનો ઉકેલ પણ લાવ્યા  મધ્યસ્તાથી નહી પરંતુ અદાલતના ઐતિહાસીક ચુકાદાથી મામલો ઉકેલાઇ ગયો એટલુ જ નહિ આ ચુકાદા બાદ દેશભરમાં શાંતિનો માહોલ જળવાઇ રહ્યો. આ જ બાબત  છે મોદી સરકારની પ્રજાજનો ઉપરની પકડ.

તીન-તલાક ૩૭૦ ની કલમ અને રામમંદિરના જટીલ મુદાઓને એક પછી એક ઉકેલ્યા બાદ સરકારે નજર દોડાવી સમાન સિવિલ કાયદાની જાણે કોઇ મુદા બાકી જ નથી રાખવા...

આંતરરાષ્ટ્રીય મુદો હોય કે રાષ્ટ્રીય મુદો હોય કે હોય ઘરેલું મામલો  નરેન્દ્રભાઇની નજર દરેક પાસાઓ ઉપર હોય છે. સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓની વાતો તેમના ધ્યાન પર સતત રહેતી હોય છે. અને એટલે જ એમણે ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા પ્રારંભથી જ અભિયાન હાથ ધર્યું છે.

૧૦ મી જુને ૧ર આઇએએસ અધિકારી, ૧૮મી જુને ૧પ કસ્ટમ અને કસ્ટ અધિકારીઓ અને ત્યારબાદ ર૬ ઓગસ્ટે વધુ રર ટેકસ અધિકારીઓને ફરજીયાત સેવા નિવૃત કરી દેવાયા આમ માત્ર ત્રણ મહિનામાં ૪૯ અધિકારીઓને ઘર ભેગા કર્યા જો કે આ અગાઉના કાર્યકાળ દરમ્યાન પણ મોદી સરકારે ૩૦૦ થી વધુ અધિકારીઓને ઘર ભેગા કર્યા હતા.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અમલમાં મુકાયેલ બિઝનેસ તરફી સુધારાઓને કારણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્ષમાં ભારતની હરણફાળે બિઝનેસ તરફી સૌથી મોટા સુધારા કરનાર ટોચના ર૦ દેશોની વિશ્વ બેંકની યાદીમાં સ્થાન અપાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માપદંડમાં ર૦૧૬માં ભારત ૧૩૦મા સ્થાને હતું અને આજે ર૦ દેશોમાં પહોંચી ગયું છે.

આવા અનેક પરિવર્તનો સમયની સાથે સાથે જોવા મળતા ગયા વડાપ્રધાન પદ ઉપર અનેક પ્રશ્નોની જવાબદારીઓ હોય છે.જે કયારેક સામાન્ય નાગરીકોની સમજમાંં ના પણ આવતી હોય આમ છતા નરેન્દ્રભાઇ દરેક પ્રશ્ને અગ્રેસર રહેવાનો પ્રયત્ન કરતા જણાયા છે.

દેશભરમાં આતંકવાદના ઓછાયાને નાથવામાં પણ નરેન્દ્રભાઈની કયાંય પીછેહઠ જણાતી નથી. સરકારની નીતિઓને પગલે આતંકવાદીઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચૂંટણી પહેલા જ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ની રાત્રે એરફોર્સના વિમાનોની ટીમ પાકિસ્તાનમાં પ્રવેશી આતંકવાદી નિશાન પર બોંબ ધડાકા કરી હેમખેમ પરત આવતા નરેન્દ્રભાઈના આ પગલાથી પાકિસ્તાન સહિત અમુક દેશોને તો પરસેવો છુટી ગયો હતો. ૨૦૧૯માં ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) સુધારણા બીલ પસાર કરવામાં આવ્યું. જેમાંથી સરકારને આતંકવાદ સામે લડવામાં નવુ જોમ મળ્યું.

નરેન્દ્રભાઈના શાસનનાં ૬ વર્ષ દરમિયાન આતંકવાદીઓના ખાત્માના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૪મા આપણા સૈનિકોએ ૧૧૦ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. વર્ષ ૨૦૧૫માં ૧૦૮, વર્ષ ૨૦૧૬માં ૧૫૦, વર્ષ ૨૦૧૭મા ૨૧૩ અને વર્ષ ૨૦૧૮માં ૨૫૭ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જ્યારે વર્ષ ૨૦૧૯માં ૧૫૨ આતંકવાદીઓને અને આ ચાલુ ૨૦૨૦ના વર્ષમાં જાન્યુઆરીથી મે માસના બીજા પખવાડીયા સુધીમાં ૬૪, આતંકવાદીઓને આપણા સૈનિકોએ મોતને ઘાટ ઉતારી દેશને આતંકવાદીની અરાજકતાથી બચાવ્યો.

સંરક્ષણ ક્ષેત્રે પણ નરેન્દ્રભાઈ એટલા ચોક્કસ છે અને વારંવાર તેમણે દેશની સંરક્ષણ નિતીઓ દ્વારા પાડોશી તેમજ અન્ય દેશોને બતાવ્યુ છે કે ભારત કેટલુ મજબુત છે.

અને કદાચ એટલે જ ૭૩માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી નરેન્દ્રભાઈએ સંરક્ષણ ક્ષેત્રમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિયુકિતની જાહેરાત કરી. એટલુ જ નહિ વર્ષોથી લખતા આ પ્રશ્ન ઉપર અમલ કરી ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આ પદ ઉપર બિપીન રાવતની નિમણૂંક કરી સંરક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કર્યો.

ભાગ્યે જ કોઈ વડાપ્રધાન એ વા હશે જેને દેશવાસીઓની ફિટનેશની પણ ચિંતા હોય. અહીં નરેન્દ્રભાઈ પોતે તો ફીટ રહેવામાં માને છે પરંતુ પ્રજાજનોને પણ ફીટ રાખવામાં માને છે. તેમણે દેશભરમાં 'બોડી ફીટ તો માઈન્ડ ફીટ' મુવમેન્ટનો દિલ્હીથી પ્રારંભ કરાવી ફીટ રહેવા માટે પ્રજાજનોને અલગ અલગ ૧૦ મંત્રો પણ આપ્યા અને ફિટનેસ પ્રત્યેની આપણી બેદરકારીને દૂર કરી સભાન થવા ઉપર આગ્રહ કર્યો હતો.

કોઇપણ તંત્ર હોય નરેન્દ્રભાઇને કયાંય પાછળ રહેવું જાણે ગમતું જ નથી. યુગોવ દ્વારા કરવામાં આવેલા એક સર્વક્ષણમાં વિશ્વના મોસ્ટ એડમાયર્ડ પુરૂષોની યાદીમાં ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનને પણ પાછળ રાખી નરેન્દ્રભાઇ પ્રથમ ક્રમે આવ્યા છે.

ઘણીવાર આપણને વિચાર આવે કે આટલુ મોટું સંચાલન કેવી રીતે કરી શકતા હશે. .. ૬૯ વર્ષની ઉંમરે સતત ૧૮ કલાક કામ કરવું. સવારે પાંચ વાગે ઉઠી જઇ સતત કામે લાગવું. માત્ર સાદુ ગુજરાતી ભોજન... નવરાત્રી દરમ્યાન નકોરડા ઉપવાસ. મુખ્યમંત્રી તરીકે  ૧૩ વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે ૬ વર્ષ આમ છતાં ભ્રષ્ટાચાર માટે કોઇ આંગળી ના ઉઠાવી શકે.

એટલુ જ નહિ સરકારે ૨૦ વર્ષથી સતત સત્તામાં રહેવુ અને લોકપ્રિયતાનો ગ્રાફ દરરોજ ઉંચે જવો એ રાજકીય આલમમાં તો જાણે અતિ મુશ્કેલ છે અને હવે તો જાણે નરેન્દ્રભાઈને ભારત નાનુ લાગવા લાગ્યુ છે હવે તેઓ ગ્લોબલ લીડર બનવા અગ્રેસર બન્યા છે.

અને કદાચ એટલે જે કહેવાય છે કે મોદી હૈ તો મુમકિન હૈ...

બીજા કાર્યકાળના પ્રથમ વર્ષને અગ્નિ પરીક્ષામાંથી પાર પાડી સતત સિદ્ધિઓના સોપાનો પણ સર કર્યા.

આજે દેશ જે મહામારીનો સામનો કરી રહ્યો છે તેમજ કોલ્ડ વોર સામે જે લડત આપી રહ્યુ છે આના માટે આપણને આપણા આવા જાંબાઝ વડાપ્રધાન ઉપર ગર્વ થવો જ જોઈએ...

(4:03 pm IST)
  • મહિલાઓને આવતું માસિક એ કોઈ શરમજનક બાબત નથી : માત્ર યુવતીઓને જ નહીં યુવાનોને પણ આ બાબતની ખબર હોવી જોઈએ : સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના જન ઔષધિ કેન્દ્રો ઉપરથી વ્યાજબી ભાવે સેનેટરી નેપકીન વેચવાનું આયોજન કરાયું છે : મહિલા બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની access_time 7:07 pm IST

  • રાત્રે વડોદરામાં વાતાવરણમાં પલટો : કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો ; ભારે પવન સાથે વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:23 pm IST

  • રાજકોટમાં આજે લેવાયેલ 150 રિપોર્ટમાંથી 140 નેગેટિવ 7 પોઝિટિવ અને 3 નું રિઝલ્ટ બાકી: રાજકોટમાં ચાર રિપોર્ટ પોઝિટિવ : ગોંડલના બે રિપોર્ટ પોઝિટીવ આવ્યો access_time 8:24 pm IST