Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

૭૦% MSME ને જરૂર છે ઇમર્જન્સી ફંડની

૮૬ ટકા MSME પેકેજને બદલે ખાતામાં રકમ મોકલવાની પક્ષમાં : ૬ર% MSME નોકરીઓ ઘટાડે તેવી વકી : ૭૮% પગાર કાપશે

નવી દિલ્હી, તા. ર૯ : લોકડાઉન તબક્કાવાર ખુલ્યા પછી પોતાની ઘણી જરૂરીયાતો પૂરી કરવા માટે ૭૭ ટકા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ને ઇમર્જન્સી ફંડની જરૂર છે. ૬ર ટકા ઉદ્યોગો નોકરીઓમાં કાપ મૂકી શકે છે. ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ (ફિસ્મે), સ્કોચ કન્સલ્ટન્સી, ભારતીય વ્યાપાર સલાહકાર સમિતિ (બીવીએસએસ) અને ટેક્ષ લો એજયુકેર સોસાયટી દ્વારા સંયુકત રીતે કરાવવામાં આવેલ સર્વેના રિપોર્ટમાં આ વાત જાહેર થઇ છે. સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત પછી આ સર્વ કરાયો હતો.

રિપોર્ટ અનુસાર, ૭૭ ટકા એમએસએમઇને પોતાના સ્ટાફના પગાર આપવા, વેપારીઓના બાકી નાણા ચૂકવવા અને બીજા ફીકસ ખર્ચાના ચૂકવણા માટે ઇમર્જન્સી ફંડની જરૂર છે. સર્વેમાં ભાગ લેનાર ૮૬ ટકા એમએસએમઇ વિભિન્ન પ્રકારના રાહત પેકેજના બદલે સીધા પોતાના ખાતામાં રકમ જમા કરાવવાના પપક્ષમા હતાં તેમનું કહેવું હતું કે તાત્કાલીક થનારા ખર્ચને પુરા કરવા માટે સરકારે આવું કરવાની જરૂર હતી.

૬ર ટકા ઉદ્યોગોએ જણાવ્યું કે બગડી રહેલી હાલતને ધ્યાનમાં રાખીને તેઓ પોતાને ત્યાં નોકરીઓમાં કાપ મૂકવાના છે. તેમાંથી છ ટકાએ તો પોતાના બધા કર્મચારીઓને કાઢી મૂકવાનું છે. ૩૦ ટકા કંપનીઓએ પ૦ ટકા અને ર૬ ટકાએ રપ ટકાને છૂટા કરવાનું કહ્યું હતું. રિપોર્ટ અનુસાર, ૭૮ ટકા એમએસએમઇ કર્મચારીના પગારમાં કાપ મૂકશે. રપ ટકાએ પગારમાં રપ ટકા કાપ મૂકવાનું વાત કરી તો ૧૦ ટકાએ કહ્યું કે તેઓ પોતાના કર્મચારીઓને કોઇ પગાર નહીં આપે.

(11:22 am IST)