Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાહતનો વધુ એક ડોઝ આપશે સરકાર

એરલાઇન્સ, હોટલ અને રિઆલીટી સેકટર માટે ક્રેડીટ ગેરંટી સ્કીમ પર થઇ રહ્યો છે વિચાર

નવી દિલ્હી તા. ર૯: નાના ઉદ્યોગો અને ધંધાર્થીઓ પછી હવે સરકાર હોસ્પીટાલીટી, સિવીલ એવીએશન અને રિયલ એસ્ટેટ માટે ક્રેડીટ ગેરંટી સ્કીમ લાવવાની તૈયારીમાં છે તેનાથી આ સેકટરોને સરળતાથી લોન મળી શકશે. આ અંગેની યોજનાને નાણાં મંત્રાલય અને નીતિ આયોગ અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. તેમાં નકકી કરાઇ રહ્યું છે કે આ સેકટરોની કંપનીઓને ધંધાના હિસાબે કેટલી લોન આપવી અને સરકાર લોનના કેટલા હિસ્સાની ગેરંટી લેશે.એક અધિકારીએ કહ્યું કે આ ત્રણે સેકટરોને રાહત પેકેજમાં કાંઇ નથી આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે ત્રણે સેકટરોના પ્રતિનિધિઓએ સરકાર પાસે નાણાંકીય મદદની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે ડ્રાફટ તૈયાર થયા પછી પીએમઓમાંથી મંજુરી મળ્યા પછી તેની જાહેરાત કરવામાં આવશે.

નાણાં પ્રધાને ગત દિવસોમાં સરકારી બેંકોના વડાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં ત્રણે સેકટરોની લોનની રીસ્ટ્રકચરીંગની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એમ.ડી. પલ્લવ મહાપાત્રાનું કહેવું છે કે બેંકો પાસે નાણાની અછત નથી અને જો સરકાર પરવાનગી આપે તો તેઓ દરેક સેકટરને લોન આપવા તૈયાર છે.

(11:20 am IST)