Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આવું જ થતુ રહ્યુ તો કોરોના કઈ રીતે કાબુમાં આવશે ? મથુરાનું આ દ્રશ્ય ચિંતા ઉપજાવે તેવું

કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ઘરોમાં જ રહેવા અને શારીરિક અંતરનું પાલન કરવા જેવા નિયમો અંગે ફોન કોલની કોલર ટયુન સુધીમાં જણાવવામાં આવે છે પરંતુ ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો વારંવાર જોવા મળતા હોય છે. આ નજારો યુપીના મથુરાનો છે. ગઈકાલે અહીં હજારોની સંખ્યામાં નિકળેલા લોકોને જોઈને લાગે છે કે તેઓને બિમારીની જરા પણ પરવા નથી. લોકો મુખ્ય માર્ગ ઉપર ઉમટી પડયા હતા. કોઈ મેળો હોય તેવુ દ્રશ્ય જણાતુ હતુ.

(11:19 am IST)