Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

TikTok પર ઘેરા સંકટના વાદળ છવાયા: ભારતીય એપ Mitonના અચ્છેદિન -લોકપ્રિયતા ઝડપી વધી

લોકો વિરોધમાં TikTok એપની રેટિંગ સતત ઓછી કરી રહ્યાં છે : રેટિંગ 1.5 સુધી પહોંચી ગઈ

 

નવી દિલ્હી: ચાઈનીઝ એપ TikTok ભારતમાં ખૂબ પૉપ્યુલર રહી છે. તાજેતરમાં એસિડ એટેક જેવા કન્ટેન્ટને લઈને એપને એક વખત ફરીથી બેન કરવાની માંગ ઉઠી છે. દરમિયાન TikTok જેવી એક ભારતીય એપ Miton (મિત્રો) આવી ચૂકી છે. ઘણાં ઓછા સમયમાં Mitron એપી પૉપ્યુલરિટી વધી અને હાલ ગૂગલ પ્લે સ્ટોર મુજબ, તે ભારતની પૉપ્યુલર એપ્સમાંથી એક બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, તેને એક મહિના પહેલા લોન્ચ કરવામાં આવી છે.

મહિના પહેલા લોન્ચ થયેલી એપના અત્યાર સુધી 50 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. પ્રાથમિક તબક્કે જો તેના ડાઉનલોડની સંખ્યા જોઈએ, તો તે અત્યારથી ચાઈનીઝ એપ TikTokને કાંટાની ટક્કર આપતી જોવા મળી રહી છે.

Mitron એપ એવા સમયે આવી છે, જ્યારે લોકો વિરોધમાં TikTok એપની રેટિંગ સતત ઓછી કરી રહ્યાં છે. સ્થિતિ છે કે, એપની રેટિંગ 1.5 સુધી પહોંચી ગઈ છે. જેની પાછળ બે કારણો છે, પ્રથમ યૂટ્યૂબર કૈરી મિનાટી દ્વારા TikTokને લઈને બનાવવામાં આવેલો રોસ્ટ વીડિયો છે.

, કૈરી મિનાટી નામના એક ભારતીય યુટ્યૂબરએ એક TikTok યુઝરને પોતાના યૂટ્યૂબ વીડિયોમાં ખરીખોટી સંભળાવી હતી. જે બાદ યૂટ્યૂબે કૈરીના વીડિયોને ડિલીટ કરી દીધો હતો.

આમ પણ કૈરી મિનાટી (ખરૂ નામ અજય)ના યૂટ્યૂબ સબસ્ક્રાબર અને ફેન્સ કરોડોમાં છે. આથી તેના ફેન્સે TikTokનું રેટિંગ ડાઉન કરવાનું શરૂ કરી દીધું. આટલું નહીં, TikTokમાં એસિડ એટેક સાથે સંકળાયેલ એક એવા કન્ટેન્ટ શેર કરવામાં આવ્યો કે, વાત મહિલા આયોગ સુધી પહોંચી ગઈ.

TikTok એક ચાઈનીઝ એપ છે અને તાજેતરમાં વડાપ્રધાન મોદીએ પોતાની સ્પીચમાં લોકોને લોકલ માટે વોકલ બનવા જણાવ્યું હતું. કોરોના વાઈરસના મૂળને લઈને પણ વિશ્વના અનેક દેશો ચીનની વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે.

આવી સ્થિતિમાં TikTokના જેવી એક ભારતીય એપ આવી છે. આથી સ્વાભાવિક છે કે, ભારતીયો તેને એક વખત ટ્રાય જરૂર કરવા માંગશે.

જો કે અત્યારથી કહેવું ઉતાવળ ગણાશે કે, એપ TikTokથી આગળ નીકળશે કે પછી તેની બરાબર આવશે? કારણ કે, TikTok ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં પોપ્યુલર છે અને તેની પાછળ બાઈટડાન્સ નામની એક મોટી કંપની છે.

મીડિયા રિપોર્ટ મુજબ, હજુ ગૂગલ પ્લે સ્ટોરના ફ્રી એપ્સ ચાર્ટમાં Mitron 11માં નંબર પર છે. લિસ્ટમાં નંબર-1 પર આરોગ્ય સેતુ એપ છે. જ્યારે બીજા નંબર પર TikTok અને ત્રીજા નંબર પર વ્હોટ્સએપ છે.

(12:40 am IST)